તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ગાયોને ડબ્બામાં પૂરી દીધા બાદ ન છોડવા COનો આદેશ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિખોડ તલાવડીની ઘટના બાદ નિર્ણય લીધો

આણંદ શિખોડ તલાવડી પાસે રખડતી ગાયએ એક વૃધ્ધને શીંગડે ભેરવી ઇજા પહોંચાડતા મોત નિપજયું હતું. ત્યારે શહેરમાં નગરપાલિકા તંત્ર સામે નગરજનોમાં બેદરકારીના પગલે રોષ ફાટી નીકળ્યો હતો. આખરે ફરિયાદોના પગલે આણંદ પાલિકાની ટીમોએ 6 ગાયો પકડીને પાલિકાના ઢોર ડબ્બામાં પુરી દેવાઇ છે.પરંતુ ધટનાને પગલે પાલિકા ચીફ ઓફિસરે આક્રમક વલણ અપનાવીને ટીમોને સુચના આપી હતી કે મારી સુચના મુજબ એક પણ ગાય નહીં છોડવામાં આવે નહીં.જેના પગલે શહેરમાં રખડતી હાલતામાં ગાયો મુકી દેતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

બીજી તરફ પશુપાલકોએ પણ નગરસેવકોનું શરણે જઇને ગાયો છોડવવા માટે રીતસરના ધમપછાડા કરી મુકયા છે. આણંદ નગરપાલિકાના ઢોર ડબ્બાના અધિકારી મિલનભાઇ ત્રિવેદીએ જણાવેલ કે, પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે સુચના આપી હતી કે રખડતી ગાયો પાંજરે પુરી દીધા બાદ મારી સુચના વિના એક પણ ગાય છોડવી નહીં જેનું ચુસ્તપણે પાલન હેઠળ અમોએ બે ટીમો બનાવીને શહેરમાં ગણેશ ચોકડી , અમૂલ ડેરી રોડ ,સીપીકોલેજ, શિખોડ તલાવ સહિત 6 જેટલી રખડતી ગાયો ઝડપી પાડીને ગણેશ ચોકડી આણંદ પાલિકાના ઢોર ડબ્બામાં પુરી દેવામાં આવી છે.

બીજી તરફ પશુપાલકોએ પણ નગરસેવકોની મદદથી ગાયો છોડાવવામાં માટે રીતસરના ધમપછડા કરી દીધા હતા. પરંતુ ચીફ ઓફિસરની રખડતી ગાયોને પકડી લીધા બાદ અમોએ પણ સ્પષ્ટ શબ્દોમાં ગાયો નહીં છોડવાનું પશુપાલકોને જણાવી દેવામાં આવતું હોય છે.

વધુમાં જણાવેલ કે આણંદ પાલિકા ગણેશ ચોકડી ઢોર ડબ્બામાં રખડતી ગાયોને પુરી દીધા બાદ પાણી અને ઘાસચારો અને વોચમેનની તાત્કાલિક ધોરણે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બીજી તરફ આણંદ શહેરમાં રખડતી ગાયોનો આંતક વધતો જતો હોય પાલિકાની ટીમોએ 6 જેટલી ગાયો પકડીને ઢોર ડબ્બે પુરી દેવાતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...