ગણેશ વિસર્જનના કારણે નિર્ણય:મુખ્યમંત્રીનો આણંદ જિલ્લાનો કાર્યક્રમ મોકૂફ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રીજીની વિદાય અને સીએમનું આગમન પડકારરૂપ બને તેમ જણાતું હતું

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ચરોતર ભૂમિ પર વધુ ફોકસ કરનારા ભૂપેન્દ્રભાઇ પટેલનો, આવતીકાલે રવિવારે આણંદ જિલ્લાનો પ્રવાસ મોકૂફ રખાયો છે. જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ વિસર્જનના કારણે આ નિર્ણય કરાયો હોવાનું મનાય છે.

12 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી તરીકેની પસંદગી બાદ ભૂપેન્દ્ર પટેલે તેમની ગુજરાત યાત્રા આરંભી દીધી હતી. શુક્રવારે સાંજે તેમણે નડિયાદમાં સંતરામ મંદિર અને રામજી મંદિરમાં દર્શન કરી મહંતના આશીર્વાદ મેળવ્યા હતા. તેઓ આવતીકાલે રવિવારે બોચાસણની ધાર્મિક મુલાકાતે આવવાના હતા અને સાથે તારાપુર - વાસદ નવીન માર્ગનું લોકાર્પણ કરવાના હતા. આ બાબતે તંત્ર દ્વારા બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ આરંભી દેવાઇ હતી.

અલબત્ત આવતીકાલે ગણેશજીનું વિસર્જન હોવાથી પોલીસ અને તંત્ર વિમાસણમાં પડ્યું હતું. એકબાજુ શ્રીજીની વિદાય અને એ સમયે જ સીએમના આગમનના કારણે બંદોબસ્ત સહિતના પડકારો ઊભા થઇ શકે તેમ હતા. આમછતાં જિલ્લા તંત્ર તમામ પ્રકારના પડકારને પહોંચી વળવા માટે સજ્જ હતું. પરંતુ શનિવારે સાંજે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આણંદની મુલાકાતને મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો હતો. રવિવારે ગણેશ વિસર્જન હોવાથી ગામે ગામ બંદોબસ્તમાં પોલિસ ગોઠવાયેલી છે. ત્યારે CM આવે તો આ વિસ્તારના ગામડાના લોકોને ગણેશ વિસર્જન માટે અડચણ ઉભી થાય તેમ હતી તેથી કાર્યક્રંમ મોકૂફ રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...