મુલાકાત:મુખ્યમંત્રીએ બોચાસણ, માણેજનું મણીલક્ષ્મી જૈન મંદિર- ધર્મજના જલારામ મંદિરની મુલાકાત લીધી

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધર્મજના અગ્રણીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને “ચાલો ધર્મજ” પુસ્તક અર્પણ કર્યું

તારાપુર -વાસદ સીકસ લેનના લોકાર્પણ કરવા માટે આવેલા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે બોચાસણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, માણેદ ગામે આવેલા મણીલક્ષ્મી જૈન મંદિર અને ધર્મજ જલારામ મંદિરની મુલાકાત લઇને સંતોના આર્શીવાદ મેળવ્યા હતા.તેમજ મંદિરની વિશેષતા અંગે જાણકારી મેળવી હતી.

બોચાસણ સ્વામિનારાયણ મંદિરમાં મુખ્યમંત્રી પૂજા કરી બોચાસણ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઇને ભગવાન સ્વામિનારાયણના પૂજા અર્ચના કરીને દર્શન કર્યા હતા. દેશ વિદેશ બીએપીએસની ધર્મભકિતની માહિતા મેળવી હતી. ત્યારબાદ બોચાસમ મંદિરના મહંત ત્યાગવલ્લભ સ્વામી, આણંદ મંદિરના કોઠારી ભગવતચરણ સ્વામી,બોચાસણ મંદિરના કોઠારી વેદજ્ઞ સ્વામીના આર્શીવાદ મેળવ્યા હતા. તારાપુર વાસદ માર્માગ પર આવેલા માણેજ ગામે મણીલક્ષ્મી જૈન તીર્થધામની મુલાકાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ લઇને ભગવાન મહાવીર સ્વામીની અલૌકિક પ્રતિમાના દર્શન કર્યા હતા.

તેમણે ગુજરાતના સર્વાંગી કલ્યાણની પ્રાર્થના ભગવાન મહાવીર સમક્ષ કરી હતી. આ પ્રસંગે ગોકુલધામ નારના સંત સુખદેવ સ્વામી,હરેકૃષ્ણ સ્વામી, ખંભાતના ધર્માનંદન સ્વામી, વિરસદના ગુણસાગર સ્વામીએ મુખ્યમંત્રીનું સ્વાગત કરીને હનુમાનજીના ફોટો ફ્રેમ અર્પણ કરી હતી. જયારે મણિલક્ષ્મી જૈન તીર્થ મંદિરના શ્રુતચંદ્ર મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નવરાત્રીના પ્રથમ નોરતે ધર્મજ ગામના સુપ્રસિદ્ધ જલારામ મંદિરના દર્શન કરી તેમણે ધન્યતા અનુભવી હતી. તેમણે સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓની સર્વાંગ સમૃદ્ધિની સંત શ્રી જલારામ સમક્ષ પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આણંદ જિલ્લાના પ્રવાસની શરૂઆત ધર્મજ ગામથી કરી હતી. તેઓ સીધા જલારામ મંદિર પહોંચ્યા હતા. જ્યાં ટૂંકડો ત્યાં હરિ ઢૂંકડોનો મંત્ર આપી અન્નદાનની આલહેક જગવાનારા સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાની દિવ્ય પ્રતિમાના દર્શન કર્યા હતા. સાથે,રાજુભાઇ પટેલે મુખ્યમંત્રીને ‘ચાલો ધર્મજ’ નામક પુસ્તક અર્પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...