તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસુ:ભાલ પંથક પર મેઘો મહેરબાન તારાપુરમાં 2 કલાકમાં 3 ઈંચ, સોજિત્રામાં 26, આંકલાવમાં 17, બોરસદમાં 16 મી.મી વરસાદ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં લાંબા વિરામ બાદ બુધવારે અેક-અેક મેહુલ્યો મહેરબાન થઇને વરસ્યો હતો. જેના પગલે તારાપુરમાં પોણા ત્રણ ઇંચ, ખંભાતમાં દોઢ ઇંચ, સોજિત્રામાં અેક ઇંચ, આંકલાવમાં પોણો ઇંચ, બોરસદ-પેટલાદમાં અડધો-અડધો ઇંચ જ્યારે આણંદમાં માત્ર 3 મીમી વરસાદ ખાબક્યો હતો.

જો કે, આણંદ શહેરમાં મેઘરાજાઅે મન મુકીને મહેર વરસાવી ન હતી. બુધવારે દિવસ દરમિયાન માત્ર હળવા વરસાદી ઝાપંટા વચ્ચે આણંદ શહેરમાં માત્ર 3 મીમી વરસાદ પડ્યો હતો. બુધવારે સવારથી અેકા-અેક મેઘરાજા શાહી સવારી સાથે ચરોતર પંથકની મુલાકાતે નીકળતાં ભાલ પંથકના ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયાં હતાં. જેને લઈને જિલ્લાનો સૌથી વધુ વરસાદ ભાલ પંથક અેટલે કે,તારાપુરમાં 70 મીમી, ખંભાતમાં 36 મીમી, સોજિત્રામાં 26 મીમી વરસાદ નોધાયો હતો. જ્યારે આંકલાવમાં 17 મીમી,બોરસદમાં 16 મીમી, પેટલાદમાં 11 મીમી,અને આણંદમાં માત્ર 03 મીમી વરસાદ નોધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...