તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિલ્ડર લોબીમાં ચિંતા:આણંદમાં કોરોના મહામારી વચ્ચે રિયલ એસ્ટેટ પર ઘેરાતા મંદીના વાદળો, બિલ્ડર લોબીમાં ચિંતાની લાગણી જન્મી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ચ મહિનામાં 3275 સામે એપ્રિલમાં 2021 દસ્તાવેજ થયાં

આણંદ જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોના મહામારીના પગલે લાદવામાં આવેલા આંશિક બંધની અસર રિયલ એસ્ટેટ પર પડી છે. કારણ કે માર્ચ મહિના કરતાં એપ્રિલ મહિનામાં પોણા ભાગના જ દસ્તાવેજ થયાં છે. જોકે, તંત્રને આ બે મહિનામાં રૂ.24.60 કરોડની આવક થઇ છે. પરંતુ દસ્તાવેજોની ઘટતી જતી સંખ્યાના કારણે બિલ્ડર લોબીમાં ચિંતાની લાગણી જન્મી છે.

છેલ્લા બે માસમાં સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીની રૂ. 29.28 કરોડની આવક થઈ

દેશમાં કોરોનાની બીજી લહેર આવતા નવા નાંણાકિય વર્ષની શરૂઆતમાં જ રાજય સરકારે અનેક નિયંત્રણો લાદી દીધા હતા. તેમ છતાં આણંદ જિલ્લા સબ રજીસ્ટ્રાર કચેરી સરકારી તિજોરી ધમધમતી રહી હતી. મિલ્કત ખરીદ વેચાણમાં સારી એવી ગતિ મળી હતી. જોકે, ગત માર્ચ મહિના કરતાં એપ્રિલ મહિના રિયલ એસ્ટેટ માટે ચિંતાનો વિષય લઇને આવ્યો છે. આ બે મહિનાના ગાળામાં કુલ 5296 જેટલા દસ્તાવેજ થયાં હતાં. જેમાં માર્ચ માસમાં સમગ્ર જિલ્લામાં 3275 તેની સામે એપ્રિલમાં 2021 દસ્તાવેજો થયાં છે. આણંદ તાલુકામાં માર્ચમાં જ 2024 દસ્તાવેજ સામે એપ્રિલમાં માત્ર 1059 દસ્તાવેજોની નોંધણી થઇ છે. અલબત્ત, છેલ્લા બે માસમાં સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીની રૂ. 29.28 કરોડની આવક થઈ છે.

આણંદ જિલ્લામાં માર્ચ, એપ્રિલ માસ દરમિયાન કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતાં સરકારી કચેરીઓ પણ 50% સ્ટાફથી ચલાવવાનો આદેશ કરાયો છે. પરંતુ એક માત્ર આણંદ કલેકટર કચેરીમાં સબ રજીસ્ટ્રાર કચેરી સતત ચાલુ રહી છે. તે પણ 100 ટકા સ્ટાફ સાથે ખાસ કોવિડ ગાઇડ લાઇન સાથે ચાલુ રખાઇ છે.

જિલ્લાના અન્ય તાલુકા કરતાં આણંદમાં વધુ દસ્તાવેજ થયાં

માર્ચ માસમાં આંશિક બંધના પગલે રીયલ એસ્ટેટમાં ઉતાર ચઢાવ રહ્યો હતો. આમ છતાં આણંદ તાલુકામાં સૌથી વધુ દસ્તાવેજ અન્ય તાલુકાઓ કરતા વધુ નોંધાયા છે. માર્ચ, એપ્રિલ બે માસમાં કુલ 5296 દસ્તાવેજ થયા છે. જેમાં માત્ર આણંદ તાલુકામાં 3081 દસ્તાવેજ થયા, જ્યારે જિલ્લાના સાત તાલુકાઓમાં થઈ માત્ર 2215 દસ્તાવેજની નોંધ થયેલી જોવા મળી છે. આમ રીયલ એસ્ટેટમાં આણંદ તાલુકો આંશિક બંધ વચ્ચે પણ અગ્રેસર જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...