ધરતી પુત્રો રાજીના રેડ:આણંદ જિલ્લામાં ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે મેઘ સવારી, બોરસદમાં પોણા બે ઇંચ વરસાદ

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત પરિવારોમાં સારા વરસાદની આશાએ ખુશીઓ મહેંકી

આણંદમાં જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશહાલી ફેલાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફાટનો અનુભવ કરતા નાગરિકોમાં પણ વરસાદમાં આગમને વરસાદી ઠંડક પ્રસરતા આનંદની લાગણી છવાઈ છે. જેમાં સૌથી વધું બોરસદમાં 39 મિમી વરસાદ નોંધાયો છે.

મધરાતે સાર્વત્રિક વરસાદ
છેલ્લા કેટલાક દિવસથી દિવસ દરમિયાન ધૂંપછાવ જેવા માહોલમાં જનતા બફાટ અને ઉકળાટથી પરેશાન થઈ ઉઠી હતી. ચોમાસાની ઋતુના પ્રારંભના દિવસોમાં વરસાદે આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસના વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ છાંટાછૂટી વરસાદ તો ક્યાંક ઝાપટા પડ્યા હતા. પરંતુ 22મી જૂનની રાત્રે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ખેડૂતો અને નાગરિકોમાં આનંદ વ્યાપ્યો છે. ખેડૂત પરિવારોમાં પણ સારા વરસાદની આશાએ ખુશીઓ મહેંકી છે.

બોરસદમાં 39 મિમી
મહત્વનું છે કે, છેલ્લા 24 કલાકમાં આણંદમાં 3 મિમી, પેટલાદમાં 19 મિમી, ઉમરેઠમાં 6 મિમી, ખંભાતમાં 13 મિમી, બોરસદમાં 39 મિમી સોજીત્રામાં 5 મિમી, આંકલાવમાં 17 મિમી અને તારાપુર 35 મિમી વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...