તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિયાલીટી ચેક:કોવિડ સેન્ટરોના નામે બંધ શાળાઓ ખોલીને ગાદલા પાથરી દીધા અને સુવિધાના નામે મીંડુ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારૂ ગામ કોરોના મુક્ત ગામ હેઠળ આણંદ જિલ્લામાં ચોંકાવનારી વિગતો બહાર આવી
  • કેસમાં વધારો ચોક્કસ થાય છે. પણ દર્દીઓની જરૂરિયાત ઓક્સિજન સાથેના બેડની છે
  • આઠ તાલુકામાં 80થી વધુ સેન્ટરોમાં 800 બેડ અને લાભ લીધો માત્ર 200 દર્દીઓએ
  • ધાર્મિક-સામાજિક સંસ્થાના સેન્ટરો લોકો પસંદ કરે છે
  • સુવિધાના અભાવે કેટલાક સેન્ટરોને તાળા મારવા પડ્યાં

રાજય સરકાર દ્વારા મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાન અંતર્ગત ગામે ગામે કોવિડ સેન્ટર ઉભા કરવા દરેક જિલ્લાને સૂચના આપી હતી. જે અંતર્ગત તંત્ર અને સ્થાનિ નેતાઓઓ રાતો રાત ગામમાં બંધ પડેલી શાળા, વાડીઓ અને ધર્મસાળાઓ ખોલી ગાદલા નાખી સેન્ટરો ઉભા કરાયા. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ગામમાં જ સારવાર મળી રહે તે માટે ગામની શાળાઓ કે વાડી કે ધર્મશાળાઓ કોવિડ સેન્ટર ઉભા કરીને દર્દીને આઇસોલેશન કરીને પ્રાથમિક સારવાર આપી શકાય તેવું આયોજન સેવાભાવિ સંસ્થાઓ કે ગ્રામજનો સહકારથી ઉભા કરવાની સુચના આપી હતી.

તે અંતર્ગત આણંદ જિલ્લાના 8 તાલુકમાં 80 વધુ ગામો કોવિડ સેન્ટર ઉભા કરાયા છે. જેમાં કેટલાંક ગામોમાં માત્ર પ્રાથમિક શાળામાં ગાંદલા પાથરી કોવિડ સેન્ટર જાહેર કરાયું છે.પણ સુવિધાના નામે મીડું જોવા મળ્યું રહ્યું છે.

તાલુકો :- આંકલાવ 8 કોિવડ સેન્ટર: કુલ 60 બેડકોસીન્દ્રામાં આઇસોલેશન હોલમાં તાળા લટકતા જોવા મળ્યા આંકલાવ તાલુકમાં કોસીન્દ્રા, બામણગામ, ખડોલ સહિત 8 વધુ ગામોમાં આઇલોશેન વોર્ડ કે કોવિડ સેન્ટર ઉભા કરાયા છે. પરંતુ તમામ જગ્યાએ ગાદલા કે સેટી મુકીને ફોટા પાડવી લીધા છે. તે સિવાય અન્ય કોઇ સુવિધા ઉભી કરવામાં આવી નથી. કોસીન્દ્રા ગામે આઇસોલેશન હોલ ઉભો કરાયો છે.તે હોલ પર ખંભાતી તાળા જોવા મળી રહ્યાં છે. આંકલાવ તાલુકાના આ ગામડામાં કોવિડ કેર સેન્ટર શરૂ થયા બાદ આજ સુધી કોઇ દર્દી તેમા દાખલ થયો નથી. જોકે સુવિધાના લીધે કોઇ આવવા તૈયાર નથી.

તાલુકો :- સોજીત્રા 5 કોિવડ સેન્ટર કુલ 80 બેડ: પીપળાવ- કાસોરના કેન્દ્ર પર ચાર દિવસમાં એક પણ દર્દી આવ્યો નથી
સોજીત્રા ના પીપળાવ, ડભોઉ,દેવા તળપદ,કાસોર અને ભડકદ ગામે 5 -5 બેડના આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે તેવી જાહેરાત કરી ગોદડા પાથરી આઇલોશેન વોર્ડ તૈયાર કરાયા પરંતુ કોઇ વ્યવસ્થા કરી નથી. પીપળાવમાં ગ્રામજનો દ્વારા ખાટલા ઉભા કરાયા છે.

તાલુકો :- આણંદ 20 કોિવડ સેન્ટર કુલ 200 બેડ : મોટા ગામોના કોવિડ સેન્ટર પર દર્દીઓ આવ્યાં
આણંદ તાલુકાના સારસા, વાસદ, રાસનોલ, વઘાસી, મોગરી સહિતના મોટા ગામોમાં 10 થી 20 બેડની વ્યવસ્થા સાથે આઇસોલેશન વોર્ડ ઉભા કરાયા છે. ગ્રામજનો સહકાર જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે, સારસા,મોગરી અને વઘાસીમાં દર્દીઓની સારવાર ચાલુ છે. સારસા 20 થી વધુ દર્દીઓ તેનો લાભ લીધો છે. જુદા જુદા ગામોમાં થઇને 500 બેડની વ્યવસ્થા કરાઇ છે.

તાલુકો :- બોરસદ 5 કોિવડ સેન્ટર કુલ 50 બેડ: સ્થાનિકોના સહકારથી સારી વ્યવસ્થા ઉભી કરાઇ
બોરસદ તાલુકા વીરસદ ગામે 15 બેડ અને 21 બેડ સાથે બે વોર્ડ છે. ચંપકદાસની વાડીમાં ગ્રામજનો દ્વારા ઓકસીજન ની વ્યવસ્થા કરાઇ છે. જયારે નાપા પ્રા.શાળામાં 15 બેડ,ગાંજણા પ્રા.શાળામાં 15 બેડ, રાસ પ્રા .શાળામાં 15 બેડ, દહેવાણ પ્રા.શાળમાં 15 બેડની વ્યવસ્થા કરી છે. જયારે ભાદરણમાં 50 બેડની વ્યવસ્થા સાથે બે દિવસમાં ચાલુ થશે. 20 થી વધુ દર્દીઓ સારવાર આપાઇ છે.

તાલુકો :- ઉમરેઠ 5 કોિવડ સેન્ટર કુલ 40 બેડ : કોવિડ સેન્ટર નામે માત્ર ફોટો સેશન જ કરાયું
ઉમરેઠ તાલુકાના થામણા, પણસોરા સહિત નાનામોટા ગામો 5 બેડ થી લઇને 20 બેડની વ્યવસ્થા સાથે કોવિડ સેન્ટર કે આઇસોલેશન વોર્ડ ઉભા કરાયા છે. પરંતુ કેટલાકં જગ્યા માત્ર ગોદળા પાથરીને ફોટા પડાવી લીધા છે. તે સિવાય અન્ય કોઇ વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે 200 વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ ત્યાં પણ કોઇ દર્દી આવ્યો નથી.

તાલુકો :- ખંભાત 8 કોિવડ સેન્ટર કુલ 80 બેડ : કોવિડ સેન્ટરો કાગળ પર જ સવગડના નામે માત્ર મીંડુ
​​​​​​​બામણવા પ્રા. શાળામાં 29 બેડ, ધુવારણ વિદ્યાલયખાતે 10, કમલસર વિદ્યાલયમાં 35, ઉંદેલ પ્રા.શાળામાં35 સહિત જુદા જુદા 8 ગામોના કોવિડ સેન્ટરમાં 395 બેડ ઉભા કરાયા છે. પરંતુ મોટાભાગના ગામના માત્ર કાગળ પર ચાલી રહ્યાં છે કોઇ જ સુવિધા નથી.કેટલાંક કોવિડ સેન્ટરમાં એક શૌચાલય છે.તેમજ પંખા સહિતની વ્યવસ્થા પણ નથી.​​​​​​​

તાલુકો :- તારાપુર 4 કોિવડ સેન્ટર કુલ 50 બેડ : આઇસોલેશનના નામે દેખાડાનો લોકોનો આક્ષેપ
તારાપુર તાલુકાના બુધેજ, મોરજ સહિત ત્રણ ગામોમાં 10 થી 15 બેડની સુવિધાના આઇસોલેશન વોર્ડ સ્થાનિક લોકોના સહકારથી ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ તેમાં પુરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. માત્ર ગાદલા પાથરીને પાણીને વ્યવસ્થા કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. હજુ સુધી એક પણ દર્દીને સારવાર અપાઇ નથી.

તાલુકો :- પેટલાદ 4 કોિવડ સેન્ટર કુલ 70 બેડ : કોવિડ કેર સેન્ટરમાં સુવિધાનો અભાવ
પેટલાદ તાલુકાના ધર્મજ સહિત 8 થી 10 ગામોમાં કોવિડ સેન્ટર વાડી કે પ્રાથમિક શાળાઓમાં 5 થી 10ના બેડ ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ માત્ર ગોદળા પાથરવામાં આવ્યા છે. અન્ય કોઇ સુવિધા નથી.

અન્ય સમાચારો પણ છે...