વિરોધ:ઇંટોના 150 ભઠ્ઠા બંધ થતાં રિયલ એસ્ટેટ પર માઠી અસરની સંભાવના

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇંટોના ભઠ્ઠા પર GST લાગુ કરતાં સંચાલકોનું આંદોલન
  • GSTમાં ઘટાડો ન કરાય ત્યાં સુધી ઉત્પાદન બંધ : સંચાલકો

આણંદ જિલ્લામાં ઘણા સમયથી બાંઘકામ સ્તરે કોરોના મહામારી બાદ ચડાવ ઉતાર જેવી સ્થિતિ સર્જાઈ છે.જેમાં ઈંટ ઉત્પાદન સ્થગિત થતાં આગામી સમયમાં સ્થિતિ વધુ વણસી જશે ની અટકળો થઈ રહી છે. આ અંગે મળતી માહિતી મુજબ કોરોના મહામારી દરમિયાન અનેક નાના મોટા વ્યવસાય પર માઠી અસર પડી હતી.હાલ માંડ માંડ ધંધા રોજગાર ધમ ધમતાં થયા છે.જેમાં મોંઘવારી નો અજગરી ભરડો અનેક લોકો ને ભીંસ વધારી રહ્યો છે.અનેક વ્યવસાય સાથે ઈંટ ભઠ્ઠા પર પણ જી.એસ.ટી.લાગુ કરતાં છેલ્લા કેટલાક સમયથી સમગ્ર રાજ્યમાં આ અંગે ઈંટ ભઠ્ઠા સંચાલકોએ આંદોલન શરૂ કર્યું છે.

આ અંગે આણંદ જિલ્લાના ઈંટ ભઠ્ઠા સાથે સંકળાયેલા હસનભાઈએ જણાવ્યું હતું કે ઈંટ ઉત્પાદન માટે કોલસાના ભાવ માં તોતિંગ વધારો થયો છે. આ ઉપરાંત 5 ટકા જી.એસ.ટી. હતો, તેમાં 7 ટકા વધારો કરીને 12 ટકા કરાયો છે.જેના કારણે હાલ ઉત્પાદન કરવું મોંઘુ થયું છે. આ અંગે રાજ્યમાં હડતાળ યથાવત છે.તાજેતરમાં જ આણંદ જિલ્લામાં આ અંગે ઈંટ ભઠ્ઠાના માલિકો ને બેઠક મળી હતી જેમાં જી.એસ ટી ઘટાડો નહીં કરે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે અને સૌ એકજૂથ બની ને આ નિર્ણય માં સહયોગ આપવા અનુરોધ કરાયો છે.

કોલસા,જી.એસ.ટી. ની સાથે લેબર ખર્ચ પણ વધ્યો છે.પેટ્રોલ ડીઝલ ને કારણે ટ્રાન્સફર ખર્ચ વધતાં ઈંટ નું ઉત્પાદન કરવું વધુ મોંઘુ થયું છે.આગામી16 મી ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે ઈંટ ભઠ્ઠા ના માલિકો એસો.ના હોદેદારો ની આ મુદ્દે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...