ઠંડીના ચમકારા વચ્ચે વરસાદ:આણંદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી માવઠુ પડ્યું, પાકમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતોમાં ચિંતા

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આકાશમાં વાદળો છવાતા તાપમાનમાં ઘટાડો, ઠંડા પવનનું જોર વધ્યું
  • બેડવા ,ચિખોદરા, વઘાસી, ગામડી તેમજ મોગર સહિતના ગામોના વિસ્તારમાં વરસાદ

રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સાગર તટીય વિસ્તારોમાં શિયાળામાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી હજુ પણ વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે રાજયમાં ઉત્તર-પૂર્વોત્તરના હિમ પવનોના કારણે આણંદમાં શિયાળાની ઋતુમાં હળવો તેજ પવન સાથે ઠંડી અનુભવાઇ રહી હતી. આ દરમિયાન જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા પશ્ચિમી દિશાના ભેજવાળા પવનોના પગલે અરબી સમુદ્રમાં સર્જાયેલ વેસ્ટર્ન ડીસ્ટબન્સની અસરથી રાજયના દરિયા કાંઠા વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. જેમાં આજે સવારથી જ આણંદ શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. આ નોંધપાત્ર બદલાવની સાથોસાથ આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. જેના કારણે તાપમાનમાં ઘટાડા સહિત પવન સાથેના ઠંડીનો પારો સામાન્ય કરતા વધુ જણાતો હતો.

મહત્વનું છે કે, આજે વાદળછાયા વાતાવરણ અને હળવાતેજ પવન સાથ માવઠું થશેની ભીતિ ખેડૂતોમાં વ્યાપી હતી. સાંજ ઢળે આણંદ શહેર નજીકના બેડવા ,ચિખોદરા, વઘાસી, ગામડી તેમજ મોગર સહિતના ગામોના વિસ્તારમાં માવઠું પડ્યું છે. આ કારણે ખેડૂતોમાં તૈયાર ખરીફ પાકને નુકસાની ભીતિ સેવાઇ રહી છે. વધુ વરસાદ જો થાય તો ખેડૂતોને અસહ્ય પરિસ્થિતિમાં ગરકાવ થવું પડે તેવી ચિંતા સતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...