ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.14 મી માર્ચથી શરૂ થનાર ધો.10 અને ધો.12ની જાહેર પરીક્ષાઓ માટેના સુચારૂ આયોજન અંગે આણંદ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.ત્યારે આણંદ જિલ્લામાં ધો.10, ધો.12ની જાહેર પરીક્ષાઓ પૈકી ધો.10માં કુલ 32,136 વિદ્યાર્થીઓ, ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 16,485 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 4,923 વિદ્યાર્થીઓ મળી કુલ 53,534 વિદ્યાર્થીઓ પરીક્ષા આવશે. કુલ 59 પરીક્ષા કેન્દ્રોમાં વર્ગ 1 અને વર્ગ 2ના લાયઝન અધિકારીઓ તરીકે નિમણૂંક કરવામા આવી છે.
જેઓ ચોરીઓ થતી અટકાવવાના ભાગ રૂપે પરીક્ષા દરમિયાન સતત દેખરેખ રાખશે. આણંદ જિલ્લામાં તા.14મી શરૂ થનાર ધો.10 અને ધો.12ની પરીક્ષામા ધો.10ની પરીક્ષામાં 32,136 વિદ્યાર્થીઓ, ધો.12ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 16,485 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 4,923 વિદ્યાર્થીઓ મળી કુલ 53,534 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.ત્યારે10માં 40 પરીક્ષા કેન્દ્ર અને ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં 5 પરીક્ષા કેન્દ્ર અને સામાન્ય પ્રવાહમાં 14 પરીક્ષા કેન્દ્રોમાં વર્ગ 1 અને વર્ગ 2ના લાયઝન અધિકારીઓ તરીકે નિમણૂંક કરવામા આવી છે.
જયારે વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં મોબાઈલ લઇને પ્રવેશ ન કરે તેમજ પરીક્ષા દરમિયાન કેન્દ્રો પર પાણી, શૌચાલય, વીજપુરવઠો, પ્રાથમિક મેડિકલ સારવાર, ટ્રાન્સપોર્ટ માટે બસ સહિતના વાહનોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા સૂચનાઓ કલેકટરે આપી હતી. પરીક્ષાનાં એક દિવસ અગાઉથી સવારે 7થી રાત્રિના 8 કલાક સુધી જિલા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા પોલિસ અધિક્ષક પ્રવિણકુમાર, આણંદ જિલ્લા શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિ, તમામ ઝોનના ઝોનલ અધિકારીઓ તથા વિવિધ શૈક્ષણિક સંઘોના પ્રમુખ-મહામંત્રી સહિત પરીક્ષા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પરીક્ષાના સુચારું સંચાલન માટે જિલ્લા કક્ષાના એક્શન પ્લાનનો અમલ, પરીક્ષા કેન્દ્રો અને ઝોનલ કચેરીઓ ખાતે કાયદો વ્યવસ્થા જાળવવા સહીતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામા આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.