તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટાઇપેન્ડ મુદ્દે વિરોધ:આણંદ સ્ટાઈપેન્ડ વધારા મુદ્દે આંદોલન કરતા હોમિયોપેથીક વિદ્યાર્થીઓના અને પોલીસ વચ્ચે ઘર્ષણ, એબીવીપી કાર્યકરોની અટકાયત કરાઈ

આણંદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ દબન વિરોધ કરતી વિદ્યાર્થીની ઉપર ગાડી દોડાવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો
 • એબીવીપી કાર્યકરો દ્વારા સરકારને સદબુદ્ધિ આવે તેવો યજ્ઞ કરાયો
 • 50 જેટલા કાર્યકરોની અટકાયત કરાઈ હતી બાદ મુક્ત કરાયા હતા

આણંદની વી. એચ. દવે હોમિયોપેથીક કોલેજમાં તેમજ નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી હોમિયોપેથીક કોલેજમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોમિયોપેથીક અભ્યાસક્રમના ઈન્ટર્નશીપના સ્ટાઈપેન્ડના દરમાં વધારો કરવાની માંગ સાથે સતત ત્રીજા દિવસે પણ વિદ્યાર્થીઓએ ટાઉન હોલ પાસે યજ્ઞ કરીને સુત્રોચ્ચાર કર્યા હતા. જેના પગલે શહેર પોલીસ દોડી આવતા પોલીસને પણ વિદ્યાર્થીઓએ ઘેરી લીધી હતી. આખરે પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

આણંદ શહેરની વી. એચ. દવે હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને આણંદ હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રીસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોમિયોપેથીક અભ્યાસક્રમના ઈન્ટર્નશીપના સ્ટાઈપેન્ડના દરમાં વધારો કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કાર્યકરો દ્વારા ટાઉન હોલ પાસે સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે યજ્ઞ કર્યો હતો. આ સમયે શહેર પોલીસ આવી પહોંચતા વિદ્યાર્થીઓની અટકાયત કરતા વિદ્યાર્થીઓએ પોલીસની કારને ઘેરી લીધી હતી. તેમ છતાં પોલીસના કાર ચાલકે કાર ચાલુ રાખીને વિદ્યાર્થીઓ ઉપર નાંખીને લઈ ગયા હતા. જેને કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓએ રજુઆત કરી માંગણી કરી હતી કે હોમિયોપેથીક ઈન્ટર્નશીપ ડૉક્ટરોનું સ્ટાઈપેન્ડ 5203 માંથી વધારીને 9000 કરવામાં આવે તેમજ સ્ટાઈપેન્ડ રેગ્યુલર ચુકવવામાં આવે તેમજ મેડીકલ ડેન્ટલ ફિઝીયોથેરાપી અને આયુર્વેદના અભ્યાસક્રમના ઈન્ટર્નશીપ અનુસ્નાતક અને સુપર સ્પેશ્યાલીટી અભ્યાસક્રમના રેસીડેન્ટને નવા નિયમ મુજબ સ્ટાઈપેન્ડ મળે છે. જ્યારે હોમિયોપેથીક અભ્યાસક્રમના ઈન્ટર્નશીપને જુના ઠરાવ મુજબ ઠરાવ ચુકવવામાં આવે છે. ત્યારે ઈન્ટર્નશીપ સ્ટાઈપેન્ડ ચુકવવામાં હોમિયોપેથીકના તબીબોને અન્યાય શા માટે કરવામાં આવે છે તેવી માંગ કરવામાં આવે છે.

એબીવીપી અને વિદ્યાર્થીઓ દ્વારા થાળીઓ વગાડી ઘંટનાદ કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા એબીવીપીના જીલ્લા સંયોજક ધ્રુવીલ મહેતા સરકારી યુનિવર્સિટી ઈન્ચાર્જ સિદ્ધાર્થ યાદવ, કાર્યકર રાહુલ ગોસાઈ સહિત કાર્યકરોની અટકાયત કરી તેઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને સમય વિત્યા બાદ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા. આ અંગે વિદ્યાર્થીની બંસરી રાવલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી તેઓ દ્વારા સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં સરકાર દ્વારા સ્ટાઈપેન્ડ વધારવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન છેડવામાં આવ્યું છે તેમ છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવાતો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો