નિરાકરણ:5 હજાર જીટોડિયાવાસીઓને 5 વર્ષે ફરી સિટી બસની સુવિધા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ફરિયાદ કેન્દ્રમાં મામલો પહોંચ્યો હતો
  • ચીફ ઓફિસરે બસ શરૂ કરવા લેખિતમાં સૂચના આપી

આણંદ જીટોડિયા રોડ પર છેલ્લા 5 વર્ષથી નગરપાલિકા હસ્તક વિટકોસ સીટી બસો દોડાવવાની બંધ કરી હતી. ત્યારે જીટોડિયા સહિત આજુબાજુ સોસાયટી વિસ્તારોના 5 હજારથી વધુ રહીશોએ મોંઘુ દાટ ભાડું આપીને મુસાફી કરવાનો વારો આવે છે. આખરે જાગૃત નાગરિક દ્વારા આણંદ જિલ્લા ફરિયાદ નિવારણ કેન્દ્રમાં ફરિયાદ કરવામાં આવતાં તંત્રએ ચીફ ઓફિસરને સિટી બસ શરૂ કરવા આદેશ કર્યો હતો. જેના ભાગરૂપે આણંદ નગરપાલિકા ચીફ ઓફિસરે ગુરૂવારે વિટકોસના મેનેજરને જીટોડિયા રોડ પર સિટી બસ શરૂ કરવા લેખિતમાં સુચના અાપી છે.

આણંદના વિટકોસ સિટી બસ સ્ટેશનથી ગણેશ ચોકડી, કલેક્ટર કચેરી, બોરસદ ચોકડી, જીટોડિયા રોડ પર આણંદ નગરપાલિકા હસ્તક આવેલ વીટકોસ દ્વારા સિટી બસ દોડાવવાનું 5 વર્ષથી બંધ કરી દીધું છે. આણંદ શહેરમાં એક પણ માર્ગો પર સિટી બસો દોડતી નથી. સિટી બસ એટલે શહેરમાં મુસાફરી માટે સેવા આપતી બસ ગણાય તેમ છતાં કંપની સીટી બસની મંજૂરી લઇને અન્ય લાંબા રૂટમાં બસો દોડાવે છે.

જીટોડિયા આક્ષુતિ ટેનામેન્ટમાં રહેતા નવીનચંદ્ર પટેલે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જીટોડિયા રોડ પર બંધ કરાયેલી સિટી બસો પુનઃશરૂ કરવામાં માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેની સુનાવણી હાથ ધરવામાં આવતાં વહીવટી તંત્રએ આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં સિટીબસો દોડાવવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...