તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Citizens Present In More Than 600 Villages Of Anand Are Disturbed By Contaminated Water, Hollow Claims Of Pure Water Supply System

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:આણંદના 600થી વધુ ગામડાઓમાં હાજરો નાગરિકો દૂષિત પાણીથી પરેશાન, શુદ્ધ પાણી પૂરું પાડવાના તંત્રના ખોખલા દાવા

આણંદ14 દિવસ પહેલા
તંત્રની બેદરકારીના લીધે દૂષિત પાણી પીવા જનતા મજબૂર
 • તારાપુરના કેનેવાલ તળાવમાંથી મીલરામપુરા/ગરોડ જૂથ પાણી પુરવઠા યોજના ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ હાલતમાં
 • દૂષિત પાણીથી નાગરિકોમાં રોગચાળો ફેલાવાનો ભય

આણંદના તારાપુરમાં પાણી પુરવાઠાની ઘોર બેદરકારી સામે આવી છે. સૌરાષ્ટ્ર, ખંભાત, તારાપુર સહિતના વિસ્તારોમાં આવેલા 600થી વધુ ગામડાઓને પીવા માટેનું શુદ્ધ પાણી પૂરું પાડવા કાર્યરત મીલરામપુરા/ગરોડ જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા હાજરો નાગરિકોને દૂષિત પાણી પહોંચી રહ્યું છે. જેથી નાગરિકોમાં રોગચાળો ફેલાવાનો ભય ઉભો થઇ રહ્યો છે. હાલ કોરોનાની મહામારી બેકાબુ વધી રહી છે ત્યારે તંત્રની બેદરકારીને કારણે ફિલ્ટર વિનાનું પાણી પીવાથી જનતામાં પાણી જન્ય રોગો ફેલાવાની ભીતી ઉભી થઇ છે. વળી પાણી ફિલ્ટરેશનના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામા ક્યાં વપરાઈ રહી છે તે મુદ્દો તપાસ નો વિષય બન્યો છે.

તારાપુર તાલુકાના વલ્લી ગામ ખાતે આવેલા કનેવાલ તળાવમાંથી જે પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, તેમાં પાણી પુરવઠા વિભાગની ગુનાહિત બેદરકારી ખુલ્લી પડી છે. તળાવના ફિલ્ટરેશન પ્લાન્ટના પાણીમાં ઠેર ઠેર કચરો જોવા મળી રહ્યો છે. પાણી પુરવઠા વિભાગની વહીવટી અણઘડતા અને ફિલ્ટરેશન પ્લાન્ટની દેખરેખમાં બેજવાબદારીને કારણે સૌરાષ્ટ્ર, ખંભાત તથા તારાપુર સહિતના ગામડાઓના હજારો ઘરોમાં નાગરિકોને દુષિત પાણી પહોંચી રહ્યુ છે.

શુદ્ધ પાણી પૂરું પાડવાના તંત્રના ખોખલા દાવા
તારાપુર તાલુકાના વલ્લી ગામના કનેવાલ તળાવ ખાતે મીલરામપુરા/ગરોડ જૂથ પાણી પુરવઠા યોજના આવેલી છે. આ યોજના સૌરાષ્ટ્ર, ખંભાત, તારાપુર સહિતના વિસ્તારોમાં આવેલા 600થી વધુ ગામડાઓને પીવા માટેનું શુદ્ધ પાણી પૂરું પાડવા કાર્યરત કરાઈ છે. તારાપુર તાલુકાના વલ્લી ખાતે આવેલ પાણી પુરવઠા યોજનાના શુદ્ધ પાણી પૂરું પાડવાના તંત્રના દાવા તદ્દન બનાવટી અને ખોખલા સાબિત થઈ રહ્યા છે.

મહત્વનું છે કે, ક્લોરિન રૂમમાં ફિલ્ટર પાણી માટેનું ગેસનું લેવલ પણ હાલ જીરો તેવા મળી રહ્યું છે. જ્યારે કલોરિન પાઉડર વગર સીધે સીધું પાણી લોકોને પીવા માટે પહોચાડવામાં આવી રહ્યું હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યુ છે. આ પાણી પુરવઠા યોજનામાં રોજનું 18 લાખ લીટર પાણી ફિલ્ટર કરવામાં આવતું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ હાલ ફિલ્ટર પ્લાન્ટ તદ્દન બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે.

એક તરફ કોરોનાની મહામારી સમગ્ર રાજ્યને અજગરી ભરડો લઈ રહી છે અને એમાંય ખંભાત કોરોનાનું એપી સેન્ટર હોય તેમ કોરોના સંક્રમિત કેસોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, ત્યારે તારાપુર તાલુકાના ઇસનપુર, ખાખસર, રેલ, વલ્લી અને ખંભાત શહેર સહિત તાલુકાના ગામડાઓ ઉપરાંત સૌરાષ્ટ્રના ગામો મળીને 600 ઉપરાંત ગામોને શુધ્ધ પાણી પુરુ પાડતી આ યોજનાની હાલની ગંભીર સ્થિતિ ખાતાકીય તપાસ માંગી રહી છે.

પાણી પુરવઠા વિભાગ દ્વારા કાર્યરત આ યોજનામાં ફિલ્ટર કર્યા વિનાનું દુષિત પાણી સીધેસીધું પીવા માટે પહોચાડવામાં આવતા આ સમગ્ર વિસ્તારોમાં પાણી જન્ય રોગો ફેલાવા નો ભય સેવાઈ રહ્યો છે. જાહેર આરોગ્ય સાથે સીધા ચેડાં કરતી આ વિભાગની વહીવટી કામગીરીના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા માંગ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો