આત્મનિર્ભર યાત્રાનું સમાપન:3 દિવસમાં 251 ગામોનું પરિભ્રમણ 2798 કામોનું લોકાર્પણ/ખાતમુર્હૂત

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદના વડદલા ખાતે આત્મનિર્ભર યાત્રાનું સમાપન

આઝાદીના 75મા વર્ષની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજયમાં સરકારની વિવિધ લોકકલ્યાણકારી અને પ્રજાલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુથી તા.18 થી ત્રણ દિવસ સુધી આણંદ જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 18મીના રોજ રાજયના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે સોજિત્રા તાલુકાના દેવા તળપદ ખાતેથી કરવામાં આવ્યો હતો. જયારે આ યાત્રાનું સમાપન કેન્દ્રિય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલાના હસ્તે પેટલાદ તાલુકાના વડદલા ખાતે કરવામાં આવ્યું હતું.

આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન રથના માધ્યમથી સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ઓ.ડી.એફ.પ્લસ, સામુહિક સોક પીટ, વ્યકિતગત સોક પીટ, સામુહિક શૌચાલય તથા વ્યકિતગ શૌચાલયની સમજ, રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશનની કામગીરી સહિત સરકારી કામગીરીની માહિતી લોકોને પહોંચાડવામાં આવી હતી. તદુપરાંત ગામડાના ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બને તે માટે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશના કારણે ખેતી પર થઇ રહેલ વિપરીત અસરોને ધ્યાને રાખી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી થતા લાભો તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અંગેની સમજ આપવામાં આવી હતી.

યાત્રા દરમિયાન જિલ્લા પંચાયતની 42 બેઠકોના 251 ગામોને આવરી લેવામાં આવ્યા હતા. જે દરમિયાન આણંદ જિલ્લામાં 2789 વિકાસ કામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જયારે રાજય સરકારના વિવિધ વિભાગોના વિવિધ યોજનાકીય લાભોના 977 લાભાર્થીઓને યોજનાકીય સહાય-ચેકો-મંજૂરીના હુકમો મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા. આણંદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લાભાર્થીઅોને ગામમાંજ સહાય મળી રહે તે માટે અગાઉથી આયોજન કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...