તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Chiranjeevi, Who Committed Suicide In Anand, Suffocated To Death To The Point Of Suffocation Of Both Daughters, Postmortem Report Reveals

અતિ દુ:ખદ:આણંદમાં આત્મહત્યા કરનારા ચીરંજીવીએ બન્ને પુત્રીઓના શ્વાસ રૂંધાય તે હદે ગૂંગળાવી હત્યા કરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખૂલાસો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • દીકરીઓને કોના ભરોષે અનાથ છોડું, તેમને સાથે લઈ જાઉં છું તેવો ઉલ્લેખ સ્યુસાઇડ નોટમાં કર્યો,
  • પોલીસે મૃતક પિતા ઉપર હત્યાનો ગુનો દાખલ કર્યો

આણંદ શહેરમાં બોરસદ ચોકડી નજીક એક્તાનગર પાસે મેલડીવાળા માતાવાળા ફળિયામાં રહેતા ચીરંજીવી પ્રજાપતિએ પત્નીના વિરહમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જોકે, તે પહેલા પોતાની વ્હાલસોઈ બે દિકરીઓના શ્વાસ રૂંધાય તે હદે ગૂંગળાવી હત્યા કર્યાનો પર્દાફાશ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થતા ચકચાર મચી છે.

આણંદમાં મંગળવારના રોજ બે દીકરીઓ અને પિતાના સામુહિક આત્મહત્યાના બનાવે પંથકને ઝાંઝોળી મૂક્યું હતું. નિર્દોષ દીકરીઓની હત્યાને લઈ પ્રજામાં કુણી લાગણીના સુર ઉઠ્યા હતા અને પિતાએ શા માટે દીકરીઓની હત્યા કરી ? તેનો રોષ પણ વ્યાપક હતો. જોકે આજે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ દીકરીઓ ની હત્યાનો ભેદ ખુલ્યો છે.

આણંદ પોલીસ દ્વારા આત્મહત્યા પ્રકરણમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આત્મહત્યાના કારણો અને તેને આનુંસાંગિક તપાસનો દૌર ચાલુ કર્યો હતો. તમામ ત્રણ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં આ બન્ને દીકરીઓની માનસી (ઉ.વ. 6) અને પ્રિયાંશી (ઉ.વ. 3) નું પિતા દ્વારા જ શ્વાસ રૂંધાય તે રીતે મોતને ઘાટ ઉતારીની વિગતોનો ઉલ્લેખ કરાયો છે. જે આધારે આણંદ પોલીસ દ્વારા આ બન્ને દીકરીઓના મોત માટે પિતાને આરોપી બનાવી તેની વિરૂધ્ધ હત્યા નો ગુનો દાખલ કરાયો છે.

મહત્વનું છે કે, મૃતક ચિરંજીવ પ્રજાપતિ મૂળ પાદરા તાલુકાના દુધવાળા ગામનો ઘનશ્યામભાઈ પ્રજાપતિ નાનો હતો. તેના માતા પિતાના છુટાછેડા થઈ ગયા હતા અને તેની મમ્મીના સુરકુવા ગામે બીજા લગ્ન કરવામાં આવ્યા હતા. જેને લઈને ચીરંજીવીએ બાળપણથી પિતાનું છત્ર ગુમાવ્યું હતું. ત્યારબાદ ચીરંજીવી અને તેની બહેનને તેમના નાનાએ ઉછેરીને મોટા કર્યા હતા. અને બંનેના લગ્ન કર્યા હતા. સમગ્ર પરિવારને કોઈ નજર લાગી હોય તેમ આજથી ચાર વર્ષ પુર્વે અકસ્માતમાં ચીરંજીવીની બહેનનું પણ મોત નીપજ્યું હતું અને ચીરંજીવી બોરસદ ખાતે મકાન લઈ રહેતો હતો. ત્યારબાદ તે આણંદ રહેવા આવ્યો હતો અને છ માસ પુર્વે તેની પત્ની લતાનું પણ પ્રસૃતિ દરમિયાન મોત નીપજ્યું હતું.

ચીરંજીવીના મકાનની બાજુમાં રહેતા ચંપાબેને જણાવ્યું હતું કે ચીરંજીવી ઘટનાની રાત્રે દસ વાગ્યા સુધી પોતાની બંને દિકરીઓને ઘરની બહાર પલંગ ઉપર બેસી રમાડતો હતો અને ત્યારબાદ બંને દિકરીઓ ઘરમાં જઈ સુઈ ગઈ હતી. જ્યારે રાત્રીના એક વાગ્યા સુધી ચીરંજીવી ઘરની બહાર પલંગ પર બેસી મોબાઈલ ફોનમાં પબજી રમતો હતો અને ત્યારબાદ તેઓ સુઈ ગયા હતા. જેથી રાત્રીના એક વાગ્યાથી સવાર છ વાગ્યા દરમિયાન કોઈપણ સમયે ચીરંજીવી આત્મહત્યાનું પગલુ ભર્યું હોવાનું પણ અનુમાન થઈ રહ્યું છે.

આ અંગે ચીરંજીવીના સબંધી રસીકભાઈ મારુએ જણાવ્યું હતું કે, ચીરંજીવીના પત્નીના મૃત્યુ બાદ પાંચ લાખ રુપિયાની વીમાની રકમ મળી હતી. તેમજ ચીરંજીવી પોતાની દિકરીઓ અને તેના વીમાની રકમ પણ ભરતો હતો. જેથી આર્થિક કારણ હોય તેમ નથી પરંતુ તે પોતાની પત્નીને ખુબ જ પ્રેમ કરતો હતો અને તેણીના મૃત્યુ બાદ તે તેણીને ખુબ યાદ કરતો હતો.પત્નીના વિરહમાં ચીરંજીવીએ આત્મહત્યા કરવાની યોજના અગાઉથી બનાવી હોય તેમ લાગી રહ્યું કેમ કે ચીરંજીવી આત્મહત્યા કરવા માટે જે દોરડાનો ઉપયોગ કર્યો છે તે તદ્દન નવું દોરડુ છે જેથી તેણે અગાઉથી દોરડું ખરીદીને રાખ્યું હોવાનું અનુમાન થઈ રહ્યું છે.

મહત્વનું છે કે, મૃતક ચિરંજીવ પ્રજાપતિ એ આત્મહત્યા પૂર્વે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તે તેના પત્નીનો વિરહ જીરવી શકતો નથીનો ઉલ્લેખ કરાયો છે. દીકરીઓને કોના ભરોષે અનાથ છોડું તેથી તે બન્ને ને પોતાની પાસે લઈ જાઉં છું જેવા અતિ લાગણીસભર વાક્યો લખ્યા હતા. મૃતક ચિરંજીવ પ્રજાપતિ પોતાની દીકરીઓ પ્રત્યેના આ ભાવ અને દીકરીઓના ભવિષ્યની કાલ્પનિક ભય ને લઈ બન્ને દિકરીઓનું મોં ડાબી શ્વાસ રૂંધાય તે રીતે જીવ છીનવી હત્યા કરી છે. આણંદ પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...