ભાસ્કર વિશેષ:બાળકોમાં સર્જનાત્મક શક્તિ બહાર લાવવા બાળમેળા જરૂરી

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંગણવાડીમાં અભ્યાસ કરતાં 10 હજાર ઉપરાંત બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે નવતર પ્રયોગ

આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકોને આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા માટે યોજાતા જ્ઞાનચકાસણી ટેસ્ટમાં બીજા બાળકો કરતાં પાછળને રહે તેમજ પાયનું પ્રાથમિક શિક્ષણ મેળવતા પહેલા પૂર્વ પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત બને તે માટે પા પા પગલી યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મનોવૈજ્ઞાનિક અને ઇકોનોમિક દ્રષ્ટિ કોણ સમાયેલો છે.એક સમયે ઓછા ખર્ચે એકજ સ્થળે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવો શુભ હેતુ રહેલો છે.

આણંદ જિલ્લાની 1950 આંગણવાડી દરવર્ષે10250 જેટલા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે જિલ્લાકક્ષાનો ભૂલકાં મેળો સરદાર પટેલ મેમોરિયલ હોલ કરમસદ ખાતે 5મી સપ્ટેમ્બરના રોજ સવારે 11-00કલાકે યોજવામાં આવ્યો છે.બાળકોમાં 3 થી 6 વર્ષની ઉંમર સુધીમાં શીખવાની અને સમજવાની ક્ષમતા વધુ હોય છે. બાળકના જન્મથી ત્રણ વર્ષ સુધી બાળકોને બોલવા, સાંભળવા, જોવા અને અન્ય પ્રક્રિયાનો પ્રતિસાદ આપવાની ક્રિયાઓ પરિવારજનો દ્વારા આપવામાં આવે છે.

પરંતું બાળકોના સર્વાંગી વિકાસ અને સ્કૂલ માટે શૈક્ષણિક તૈયારી માટે રાજય સરકાર દ્વારા પા પા પગલી પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે જે અંતર્ગત બાળકોના જ્ઞાનની ચકાસણી અને વાલીઓ બાળકોના પ્રગિત રીપોર્ટ આપીને બાળકને કેવી કાળજી રાખવી તેનું માર્ગદર્શન વાલીઓને અપાશે. ભૂલકાં સર્વાંગી વિકાસ અંતર્ગત દરેક બાળકને સમાન તક મડે તેમજ બાળકોની જીજ્ઞાશાવૃતિનો લાભ લઇને કુમળી વય જે યોગ્ય શિક્ષણ સાથે સંસ્કાર મળી રહી તેમજ બાળકને દરેક કસોટીમાં પાર ઉતરે તે માટે ભૂંલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

બાળકોને ઉમદા શિક્ષણ આપવા માટે તેમની નજીક જવું ખૂબ જરૂરી છે. બાળકોને કેવી રીતે ખાવું, આ કેમ ખાવું પડશે, અક્ષર લેખન કેવી રીતે કરાય જેવી અનેક બાબતોનું ઘડતર આપના થકી થશે. આ સિંચનને બાળક જીવનભર યાદ રાખે છે.

આણંદ જિલ્લા કક્ષાનો પ્રથમ ભૂલકાં મેળો કરમસદમાં યોજાશે
આણંદજિલ્લાની 1950 આંગણવાડી અભ્યાસ કરતાં 10250 વધુ બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ સારૂ મળે તેઓની જીજ્ઞાશાવૃતિનો લાભ લઇને તેમને શિક્ષણની સાથે સંસ્કાર સિંચવા માટે અને વાલીઓને પોતાના બાળકની શકિતનો રીપોર્ટ મળી રહે તે માટે ભૂલકાં મેળાનું આયોજન કરાયું છે. જિલ્લા કક્ષાના મેળામાં 100 બાળકો પોતાની સર્જનાશક્તિનું પ્રદર્શન કરશે.ત્યારબાદ દરેક તાલુકા કક્ષાએ ભૂલકાં મેળાનું આયોજન કરીને જિલ્લાની તમામ આંગણવાડીના બાળકોને લાભ આપવામાં આવશે. - તેજલબેન, આઇસીડીએસ વિભાગ, આણંદ

અન્ય સમાચારો પણ છે...