વેકેશનનો સદ ઉપયોગ:ખંભાતની BAPS સ્વામિનારાયણ સંસ્થાના બાળકોએ ડોર ટુ ડોર ફરી લોકોને વ્યસનો છોડાવ્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યસન મુક્તિના દિવસે ખંભાતમાં બે કિલોમીટર લાંબી ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું

આઝાદીનાં અમૃત મહોત્સવ અને પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં બાળકો દ્વારા વિરાટ વ્યસનમુક્તિ અભિયાન અને બાલિકાઓ દ્વારા પ્રકૃતિ સંવર્ધન અભિયાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં ખંભાત પંથકની બી.એ.પી.એસ.ની બાલિકાઓ દ્વારા પ્રકૃતિ સંવર્ધન અભિયાન દરમ્યાન ડોર ટું ડોર ફરી લોકોને માનવ મૂલ્યો આધારિત પાણી,વીજળી અને વૃક્ષનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકો દ્વારા પણ વેકેશનનો સદુપયોગ કરી વ્યસનોથી થતા નુકસાન અંગે લોકોને સમજ આપી અનેક લોકોને વ્યસનોથી છુટકારો કરાવ્યો ઉપરાંત આજે વ્યસન મુક્તિના દિવસે ભવ્ય રેલીનું આયોજન કરી વિવિધ બેનરો સાથે કાર્યકરો દ્વારા પ્રદર્શન કરી વ્યસનોથી કાયમી ધોરણે છુટકારો મેળવવા સૂચન કરાયા હતા.

ખંભાતમાં આ અભિયાનનો પ્રારંભ સંસ્થાના ગુણવલ્લભ સ્વામી અને સર્વ જીવન સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો અને સૌને શુભ આશિષ પાઠવ્યા. આ સંમેલનમાં મોટી સંખ્યામાં બાળકો તથા બલિકાઓ હાજર રહ્યાં હતાં. આ અભિયાન અંતર્ગત વ્યસનમુક્તિ અભિયાનમાં 11થી 13 વર્ષના ખંભાતના મોટી સંખ્યામાં બાળકો અને કાર્યકરોએ અનેક વ્યક્તિઓનો ડોર ટુ ડોર સંપર્ક કર્યો તથા પ્રકૃતિ સંવર્ધન અભિયાનમાં અનેક બાલિકાઓ અને કાર્યકરોએ અનેક મહિલાઓનો સંપર્ક કર્યો હતો.

આ અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે, માનવજાતની રક્ષા કરવી, પ્રકૃતિની રક્ષા કરવી અને ભવિષ્યની રક્ષા કરવી. બાળકો વ્યસનીઓને બીડી, સિગારેટ, તમાકુ, ગુટખા, દારૂ વગેરે વ્યસનો છોડવા માટે સમજાવયુ તો બાલિકાઓ પાણી, વીજળીની બચત કરવા અને વૃક્ષો વાવવા માટે સુંદર સમજ આપી અને અનેક લોકોને વ્યસનોથી દૂર કર્યા છે.

આ અભિયાનની પૂર્ણાહુતિ સમયે આજરોજ વિરાટ વ્યસનમુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો બાલિકાઓ તથા કાર્યકરોએ વિવિધ બેનરો સાથે પ્રદર્શન કરી વ્યસનોથી દૂર રહેવા તથા કાયમી ધોરણે ત્યાગ કરવા જણાવ્યું હતું. આ ભવ્ય રેલી આશરે 2 કિમી લાંબી હતી. આ રેલી ખંભાતના બી.એ.પી.એસ. મંદિરથી નીકળી જાહેર માર્ગો, ટાવર, આળી, રાણા ચકલા, ઝંડા ચોક, કંસારા બજાર, દેસાઈની પોળ, અલિગ, પાણીયારી, ગોપાલ ટોકીઝથી મંદીરે પર ફરી હતી.

અન્ય સમાચારો પણ છે...