અકસ્માત:અમરાપુરા પાટીયા પાસે કાર અડફેટે બાળકનું મોત

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પેટલાદના રામોલ ડેમોલ રોડ સ્થિત અમરાપુરા ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે આવી ચઢેલી ઈકો કારે નવ વર્ષીય બાળકને અડફેટે લેતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પેટલાદના રામોલ રોડ ઉપર અમરાપુરા ગામના પાટીયા પાસે રહેતા ગોકળભાઈ ચુનારાનો નવ વર્ષનો પુત્ર જીગો મંગળવારે બપોરે ઘર પાસે રમતો હતો.

દરમિયાન, એ સમયે એક નડિયાદ પાસીંગની ઈકો કારે તેને ટક્કર મારતાં તેને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ થતા આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્તને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મામલે ફરિયાદના આધારે મહેળાવ પોલીસે ઈકો કારના ચાલક િવરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...