દરોડો:ચિખોદરાની ફેનીલ ઈન્ડસ્ટ્રીઝનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ : કાર્યવાહી થશે

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાયસન્સ પૂરૂ થયું હોવા છતાં ખાદ્ય તેલનો કારોબાર કરતો હતો

આણંદ નજીક આવેલા ચિખોદરાના જલાનગરમાં આવેલી ફેનીલ ઈન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડતા તેલના ડબ્બા તેમજ ગેલેનમાંથી સોયાબીન તેલ અને વિટામિન ડી નામના પ્રવાહીનો જથ્થો મળ્યો હતો. જેથી માલિક હિતેશ રણછોડ ચાંગેલા પાસે લાઈસન્સની માગણી કરતા લાયસન્સ 10 માર્ચે પૂરૂ થઈ ગયું હોવાનું ખૂલ્યું હતું. એ જ રીતે કે. વી. પટેલ કમ્પાઉન્ડમાં સન્ની કોર્પોરેશનના નામે ચાલતી ગોપાલ વિનોદરાય કનેરીયાની તેલની ફેક્ટરીમાં દરોડો પાડતાં સીંગતેલ અને કપાસિયા તેલનું પેકિંગ કરવાનું લાયસન્સ મળી આવ્યું હતું.

જ્યારે ફેક્ટરીમાં સોયાબીન અને પામોલીન તેલનું પેકિંગ ચાલતું હતું. આમ, પોલીસે તેના વિરૂદ્ધ પણ ગુનો નોંધ્યો હતો. જ્યારે હરિઆશ્રમ રોડ પર આવેલી મુખીની ખડકીમાં ભાડેથી ચાલતા રાધે ટ્રેડર્સના માલિક નિલેશ હરગોવિંદ ઠક્કરનું લાયસન્સ ગત જાન્યુઆરીમાં પૂર્ણ થઈ ગયું હોવાનું ખૂલ્યું હતું. જે તેમણે રીન્યુ કરાવ્યું નહોતું. જો કે આ બાબતે આણંદ જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તેલના નમૂનાઓ વડોદરા લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા.જેનો રિપોર્ટ આવતાં સબ સ્ટાન્ડર્ડ હોવાનું ખુલતા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...