હાલાકી:આણંદના ચિખોદરા બ્રીજ પાસે વરસાદી પાણી ભરાતાં રહીશો ત્રસ્ત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઇ જ કાર્યવાહી થતી નથી
  • પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી

આણંદ શહેરના રાજોડપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઘણા વર્ષોથી સતાવી રહી છે. સામાન્ય વરસાદે પણ ચિખોદરા બ્રીજની બંને બાજુના રોડ પર વરસાદી પાણી ભરાઇ જાય છે.જેથી અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડે છે.જે અંગે સ્થાનિક રહીસોએ વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઇ પગલા લેવાતા નથી.જેને લઇને ભારે રોષ ભભુકી ઉઠયો છે. આણંદ શહેરના રાજોડપુરામાં ચિખોદરા બ્રીજની બને બાજુના સોસાયટીઓમાં જવા માટે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે.

આ બંને રોડ નીચા વાળો હોવાથી બ્રિીજ ઉપર વરસાદી પાણી બંને બાજુ ઘુસી જાય છે.ચાલુવરસાદે તો રોડ પરથી નદી જેમ વહેણ વહે છે.જેથી વાહનચાલકોને મુશ્કેલીઓ પડે છે. પાણી ભરાઇ રહેતા હોવાથી માર્ગો ખાડા પડી ગયા છે. જેથી સ્થાનિક રહીશોને પારંવાર મુશ્કેલીઓનો સમાનો કરવો પડે છે. વરસાદી પાણી ભરાઇ રહેતા મચ્છર સહિતની જીવાતો વધી જતાં બિમારીનું પ્રમાણ વધી ગયું છે. આ બાબતે પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઇ જ પગલા લેવાતા નથી.તેના કારણે લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે.

એક દાયકાથી પ્રશ્ન હલ થતો નથી
રાજોડપુરા વિસ્તારમાં ચિખોદરા બ્રીજની બંને બાજુ સર્વિસ રોડ નીચો છે. તેના કારણે ભારે વરસાદમાં પાણી એક ફુટ સુધી વહે છે. તેમજ વરસાદ પડયા બાદ ત્રણથી ચાર દિવસ સુધી ગાબડામાં પાણી ભરાઇ રહે છે.જે બાબતે સ્થાનિક કાઉન્સિલર સહિત પાલિકાના સત્તાધિશોને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી.- રાજુભાઇ પરમાર, રહિશ, રાજોડપુરા

અન્ય સમાચારો પણ છે...