રાજય સરકાર દ્વારા પેટલાદ નગર પાલિકાના ચીફ ઓફિસરની આજે વહીવટી કારણોસર ઝાલોદ ખાતે બદલીના આદેશ કરવામાં આવતા નગરજનોમાં ચર્ચાઆેનો વિષય બની ગયો હતો. પેટલાદ નગર પાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબર અપાવનાર ચીફ ઓફિસર હીરલબેન ઠાકરના ગાંધીનગર ખાતેથી એકા-એક બદલીનો આદેશ કરવામાં આવ્યા છે.જેમાં પેટલાદ ખાતે સાવરકુંડલાના ચીફ ઓફિસર પાર્થવન જી.ગોસ્વામીને ચાર્જ સોપવામાં આવ્યો છે. જો કે,વહીવટી કારણોસર પેટલાદના ચીફ ઓફિસર હીરેલબેન ઠાકરને ઝાલોદ (દાહોદ) પાલિકા ખાતે બદલી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.