તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:બોરિયાવી-સામરખા પાસે 125 વાહન ચાલકોનું ચેકિંગ : પોઝિટીવ કેસ ન મળ્યો

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા બહારના જિલ્લામાંથી આવતાં વાહનચાલકોના રેપીડ ટેસ્ટ કરીને જિલ્લામાં પ્રવેશવા દેવામાં આવશે તેનો નિર્ણય લીધો છે.જેમાં આણંદની સામરખા ચોકડી,ચિખોદરા ચોકડી, વાસદ,બાકરોલ ટી પોઇન્ટ પાસે,પેટલાદ ચોકડી અને ઉમેટા ચોકડીપર ધન્વંતરી રથ અને ટીમ દ્વારા રેપીડ ટેસ્ટની હાથ ધરવામાં આવી છે.જેમાં પ્રથમ દિવસે બોરીયાવી અને સામરખા ચોકડી પાસે બહારના જિલ્લામાંથી આવતાં 125 વાહનચાલકોનો રેપીટ ટેસ્ટ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા. શુક્રવારે વાસદ અને આણંદ બસ સ્ટેશન પાસે નવા બે પોઈન્ટ શરૂ કરવામાં આવશે. જેમાં બહારના જિલ્લામાંથી અેસટી બસમાં આવતા મુસાફરોના પણ રેપીડ ટેસ્ટ કરવામાં આવશે.તેમ આણંદ તાલુકા હેલ્થ અોફિસર ભાવીન પટેલે જણાવ્યુ હતુ. જો કે પ્રથમ દિવસે અેક પણ પોઝિટીવ કેસ મળી આવ્યો નથી. સામાન્ય લક્ષણો શરદી-ખાંસી જણાતા કેટલાકને દવા પણ આપવામાં આવી હતી. આગામી દિવસોમાં અન્ય પાંચ જગ્યાઅે પણ રેપીડ ટેસ્ટની શરૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...