ચૂંટણી ઈફેક્ટ:આણંદ જિલ્લાની 7 ચેકપોસ્ટ પર રોજ 3500થી વધુ વાહનોનું ચેકિંગ

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાસદ, કણજરી, ઉમરેઠ, અહીમા, ગોલાણા, ગંભીરા અને ઉમેટા બ્રિજ પાસે ચેક પોસ્ટ ઉભી કરાઇ

આણંદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ પોલીસ અને વહીવટી તંત્ર સક્રિય થઈ ગયું છે. જિલ્લામાં ચૂંટણી દરમિયાન વિદેશી દારૂની હેરાફેરી, ઘાતક હથિયારો, અસામાજિક તત્વો ઘુસે નહીં તેમજ ચૂંટણીને લઇને રોકડ રકમની હેરાફેરી ના થાય તે હેતુથી આણંદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વાસદ, ઉમરેઠ, અહીમા, કણજરી, ઉમેટા બ્રિજ અને ગંભીરા પાસે સ્પેશિયલ ચેક પોસ્ટ ઉભી કરીને ફોર વ્હીલ સહિતના તમામ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં દૈનિક સાડા ત્રણ હજારથી વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા વિદેશી દારૂ, ઘાતક હથિયારો, રોકડ રકમની હેરાફેરી અને અસામાજિક તત્વોને અટકાવવા માટે પોલીસ વિભાગને ચાંપતી નજર રાખવા જણાવ્યું છે. જેથી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જુદી જુદી ટીમો બનાવીને જિલ્લાની મુખ્ય 7 ચેક પોસ્ટ અને આણંદ શહેરના પ્રવેશના મુખ્ય માર્ગો પર આવેલી સામરખા ચોકડી અને ચિખોદરા ચોકડી પર સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, આચારસંહિત લાગુ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોઈ અઘટિત બનાવ પ્રકાશમાં આવ્યો નથી.

18 અસામાજીક તત્વોની અટક
વિધાનસભાની ચૂંટણીને લઈ હાલમાં આણંદ જિલ્લા પોલીસ સક્રિય બની છે. જિલ્લામાં છેલ્લાં વર્ષો દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં જે લોકોએ અસામાજિક પગલું ભર્યું હોય અને જે શખસો વિરૂદ્ધ પોલીસ દ્વારા આ સંબંધિત કાર્યવાહી કરવામાં આવી હોય તેવા 51 શખસોને આઈડેન્ટીફાય કર્યા છે. હાલમાં આ પ્રક્રિયા ચાલુ જ છે અને અત્યાર સુધીમાં આ પૈકીના 18 અસામાજિક તત્વોની અટકાયત પણ કરી દેવામાં આવી છે. - પ્રવીણકુમાર, જિલ્લા પોલીસ વડા, આણંદ

અન્ય સમાચારો પણ છે...