તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાયરસેફટીની તપાસ:આણંદની 17 હોસ્પિટલોમાં ચેકીંગ 5 હોસ્પિટલો પાસે ફાયર NOC નથી

આણંદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાયરના નામે કેટલીક હોસ્પિટલોમાં ક્ષમતા કરતા એક પણ ફાયર સાધન જોવા મળ્યા ન હતા. - Divya Bhaskar
ફાયરના નામે કેટલીક હોસ્પિટલોમાં ક્ષમતા કરતા એક પણ ફાયર સાધન જોવા મળ્યા ન હતા.
 • મામલતદારની ટીમે 13 હોસ્પિટલમાં ફાયરસેફટીની તપાસ કરી

કોવિડ હોસ્પિટલોમાં છેલ્લા એક વર્ષમાં આગના બનાવો વધી ગયા છે. જેમાં ભરૂચની કોવિડ હોસ્પિટલ આગ લાગતાં 18 વ્યકિતઓ જીવ ગુમાવ્યો હતો.ત્યારબાદ રાજય સરકાર દ્વારા તમામ જિલ્લાના અધિકારીઓને હોસ્પિટલો ફાયરસેફટી બાબતે ચકાસણીકરવા જણાવ્યું હતું. જે અંતર્ગત આણંદ શહેર મામલતદારની ટીમે 13 જેટલી હોસ્પિટલો તપાસ કરી છે.

બોરસદ તાલુકા મામલતદારની ટીમે 18 જેટલી હોસ્પિટલો તપાસ કરતાં મોટાભાગની હોસ્પિટલો ફાયરસેફટીના પુરતો સાધનો અભાવ જોવા મળ્યો હતો .તો વળી કેટલીક હોસ્પિટલો ફાયર સિલિન્ડર એકસપાયર ડેટના જોવા મળ્યા હતા આ તમામને નોટીસ પાઠવી છે. આણંદ ફાયર વિભાગ દ્વારા શહેરની 17 હોસ્પિટલો ફાયર સેફટી અંગેનું ચેકીંગ હાથધર્યુ હતું.

ફાયર સુપ્રિટેન્ડ ધર્મેશભાઇ ગોરે જણાવ્યું હતું કે, શહેરની એમરી હોસ્પિટલ, મીરા હોસ્પિટલ, પંકજ પરીખની હોસ્પિટલ અને પિનાકીન દવેની હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી.તેઓને તાત્કાલિક એનઓસી મેળવી લેવા માટે નોટીસ પાઠવામાં આવી છે. જયારે અન્ય હોસ્પિટલમાં ફાયરની સુવિધા હતી. આ ઉપરાંત વાસદ સીએચસી કેન્દ્ર પણ ફાયર સેફટીનો અભાવ હોવાથી નોટીસ પાઠવી છે. આણંદ શહેર મામલતદાર દ્વારા શહેરની 13 હોસ્પિટલો ચેકીંગ હાથધર્યુ હતું. ફાયરસેફટી અંગેની વિગતો તપાસીને તેનો રીપોર્ટ તૈયાર કરીને પ્રાંત અધિકારીને મોકલી આપ્યો છે.

4 હોસ્પિ.ને NOC બાદ મંજૂરી
આણંદ શહેરમાં આવેલી હોસ્પિટલો નવી બનાવેલી હોસ્પિટલનો સંચાલકો દ્વારા એનઓસી મંજૂરી માંગવામાં આવતી હોય છે.જો કે અવકુડા વિભાગ દ્વારા બાંધકામની મંજૂરી આપતાં પહેલા આરીષ હોસ્પિટલ, ટી સ્કેવર હોસ્પિટલ,પિનાકીંન દવે હોસ્પિટલ અને ઓર્થોરેબ હોસ્પિટલને એનઓસી ધરાવે છે. > સુનિલભાઇ અવકુંડા વિભાગ, આણંદ

બોરસદની 18 હોસ્પિ.માં સંયુક્ત ચેકીંગ કર્યું
બોરસદની 18 હોસ્પિટલો પૈકી મહાવીર હોસ્પિટલ, સૂર્યા હોસ્પિટલ, અંજલી હોસ્પિટલ, શ્રધ્ધા હોસ્પિટલ આર્શીવાદ હોસ્પિટલ હોસ્પિટલોમાં ફાયર ચેકીંગમાં દરમ્યાન ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. ફાયરના નામે કેટલીક હોસ્પિટલોમાં ક્ષમતા કરતા એક પણ ફાયર સાધન જોવા મળ્યા ન હતા. તેમજ કેટલીક હોસ્પિટલોમાં ઇમરજન્સી બહાર નીકળવાના રસ્તા પણ ન હતા. જયારે મોટાભાગની હોસ્પિટલમાં વીજ લાઈન બાબતે ગંભીર બેદરકારી દાખવવામાં આવેલ હતી. જેને લઇ ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેને પ્રાંત અધિકારીને સુપરત કરી બેદરકારી દાખવનાર હોસ્પિટલો સામે પગલાં લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો