બોગસ દસ્તાવેજ બનાવ્યા:આણંદમાં વિદેશ મોકલવાના બહાને વિદ્યાર્થી સાથે રૂ. પાંચ લાખની છેતરપિંડી આચરી

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત યુનિવર્સિટીના બોગસ દસ્તાવેજ બનાવી ઠગાઈ કરી

આણંદ શહેરના નવા બસ સ્ટેશન પાસે આવેલી હાવીસ ઇન્ટરનેશનલના સંચાલકે વિદ્યાર્થીને વિદેશ મોકલવાના બહાને રૂ.પાંચ લાખ પડાવ્યાં બાદ તેના નામે બોગસ દસ્તાવેજ બનાવતાં ભાંડો ફુટ્યો હતો. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે સંચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પાંચ લાખ પડાવી લીધાં
આણંદ શહેરના નવા બસ સ્ટેશન પાસે આવેલા ક્રિશ્ના યસ્વી આર્કેડમાં હાવીસ ઇન્ટરનેશનલની ઓફિસ ખોલી હતી. આ ઓફિસના સંચાલક જીમી ઉર્ફે જીતુ (રહે.વડોદરા) નામના શખસે 20મી ડિસેમ્બર,21ના રોજ વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અર્થે મોકલવાની બાહેંધરી આપી રૂ.પાંચ લાખ પડાવી લીધાં હતાં.

આ ઉપરાંત ઓરિજનલ સર્ટીફિકેટ પણ લીધાં હતાં. આ ઉપરાંત નાણા લીધા બાદ બનાવટી શૈક્ષણિક દસ્તાવેજ માર્કશીટ તથા ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીના ઉપયોગ કરવા બદઇરાદે બનાવી ઇલેક્ટ્રોનિક સિગ્નેચર તથા સિક્કા કરી ખોટા દસ્તાવેજ બનાવ્યાં હતાં. બાદમાં વિદ્યાર્થીને વિદેશ મોકલ્યો નહતો.

આખરે આ મામલાનો ભાંડો ફુટતાં સાયબર ક્રાઇમ પોલીસને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં પોલીસે જીમી ઉર્ફે જીતુ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...