ધાર્મિક:આગામી 10 જુલાઇથી ચાતુર્માસનો પ્રારંભ થશે, માંગલિક કાર્યો પર બ્રેક

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે અધિક માસ હોવાથી ચાતુર્માસ 5 માસનો હતો, ખાન-પાનમા સંયમ જરૂરી

આગામી 10 જુલાઈએ અષાઢ સુદ એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થઈ જશે. આ 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં રહેશે. 119 દિવસના ચાતુર્માસમાં લગ્ન, સગાઈ અને ગૃહ પ્રવેશ જેવાં માંગલિક કાર્યો યોજી શકાશે નહીં. શાસ્ત્રોના જણાવ્યા અનુસાર, આ દિવસોમાં શિવજી અને વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ. ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને શિવજીનો અભિષેક કરવો જોઈએ.ઉલ્લેખનિય છે કે, આ વર્ષે 10 જુલાઈથી 5 નવેમ્બર સુધી ચાતુર્માસ રહેશે. એટલે 119 દિવસ સુધી ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં રહેશે.

જેમાં અષાઢની એકાદશીથી પૂનમ સુધી 19 દિવસ, પછી 29 દિવસનો શ્રાવણ અને 29 દિવસનો ભાદરવો મહિનો રહેશે. જ્યારે આસો મહિનામાં 30 અને કારતક મહિનાના 12 દિવસ રહેશે.આ પ્રકારે 119 દિવસનો ચાતુર્માસ રહેશે. ગયા વર્ષે આસો મહિનાનો અધિક માસ હતો. આ કારણે ચાતુર્માસ 5 મહિનાનો રહેવા પામ્યો હતો.

ચાતુર્માસમાં ખાન-પાનમાં સંયમ રાખવો જરૂરી શાસ્ત્રો મુજબ ચાતુર્માસમાં ખાન-પાનમા સંયમ રાખવો જરૂરી છે. ચાતુર્માસમાં ચોમાસાની ઋતુનો સમય રહે છે. આ દિવસોમાં સૂર્યનો તડકો ઓછો પડે છે. આવી સ્થિતિમાં પાચનશક્તિ નબળી પડી જાય છે. આ દિવસોમાં મસાલેદાર, વધારે તેલવાળું ભોજન કરવાથી બચવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...