ફોર્મ્યુલા રેસિંગમાં ઓજશ્વતે ધૂમ મચાવી:ચારૂસેટ યુનિવર્સિટીની ઓજશ્વત ટીમે ફોર્મ્યુલા ભારત રેસિંગ કારની સ્પર્ધામાં ઓવરઓલ છઠ્ઠું સ્થાન મેળવ્યું

આણંદ4 મહિનો પહેલા
  • ડ્રેગ ઇવેન્ટમાં બીજું સ્થાન, એન્જિનિયરીંગ ડીઝાઇન પ્રેઝન્ટેશનમાં પાંચમું સ્થાન સ્થાન મેળવ્યું
  • 14 વિદ્યાર્થીઓની ટીમ દ્વારા ફોર્મ્યુલા રેસિંગ કાર ઓજશ્વત તૈયાર કરવામાં આવી હતી

ફોર્મ્યુલા ભારત રેસિંગ કારની સ્પર્ધામાં ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટીની ઓજશ્વત ટીમે ધૂમ મચાવી છે. ટીમ ઓજશ્વત એટલે ઉભરતાં એન્જિનિયર્સની ટીમે રાષ્ટ્રીયકક્ષાની ફોર્મ્યુલા રેસમાં ભાગ લઈને ડ્રેગ ઇવેન્ટમાં બીજું સ્થાન, એન્જિનિયરીંગ ડીઝાઇન પ્રેઝન્ટેશનમાં પાંચમું સ્થાન અને ઓવરઓલ છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. ફોર્મ્યુલા રેસિંગ કારની સ્પર્ધામાં ભારતભરમાંથી 32 ટીમે ભાગ લીધો હતો.

ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદુભાઇ એસ.પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના મિકેનીકલ અને ઇલેક્ટ્રિકલ વિદ્યાશાખાના 14 વિદ્યાર્થીઓની ટીમ દ્વારા ફોર્મ્યુલા રેસિંગ કાર ઓજશ્વત તૈયાર કરવામાં આવી હતી. ફોર્મ્યુલા ભારત રેસિંગ કારની સ્પર્ધા એવા વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પુરું પાડે છે જેઓ ફોર્મ્યુલા કેટેગરીના વ્હીકલ તેના નિર્ધારિત પ્રદર્શન અને સલામતીના સ્પષ્ટીકરણો અનુસાર તેની ડિઝાઇનથી લઇને નિર્માણ કરવાની એન્જિનિયરીંગની સ્કીલ્સને લાગુ કરવાની ઇચ્છા ધરાવે છે.

આ સ્પર્ધા યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની ટીમોને તેમની પોતાની ફોર્મ્યુલા શૈલી, ઓટોક્રોસ રેસિંગ કારની કલ્પના કરવા, ડિઝાઇન કરવા, ફેબ્રિકેટ કરવા અને સ્પર્ધા કરવા માટેનો પડકાર આપે છે. ચંદુભાઇ એસ.પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના મિકેનીકલ એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટના પ્રો.આનંદ પટેલે જણાવ્યું કે, કોવિડ 19ની મહામારીને પગલે ફોર્મ્યુલા ભારતની ઇવેન્ટ ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને મોડમાં યોજવામાં આવી હતી. જેમાં ચારૂસેટની ઓજશ્વત ટીમે વર્ચ્યુઅલ ઇવેન્ટમાં ભાગ લેવાનું પસંદ કર્યુ હતું.

વર્ચ્યુઅલ ઇવેન્ટમાં ભાગ લેવાનો હોવાથી મહેનત થોડી વધુ કરવી પડી હતી, જેની માટે રેસિંગ કારનું થ્રી ડી મોડેલ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ કરીને વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ઓનલાઇન સ્પર્ધામાં ભાગ લીધો હોવાથી થોડી વધુ મહેનત કરવી પડી હતી. ટીમના દરેક સભ્યને કામની સોંપણી કરી દેવામાં આવતી હતી. જેના એક અઠવાડિયા બાદ તેનું રીપોર્ટિગ લેતા હતા. વર્ચ્યુઅલ કોમ્પિટિશનમાં ભાગ લીધો હોવાથી થોડી મહેનત વધુ થઇ પરંતુ શીખવાનું ઘણું બધુ મળ્યું હતું. ફોર્મ્યુલા કેટેગરીના વ્હીકલ બનાવવા અને ડિઝાઇન માટે એન્જિનિયરીંગની સ્કીલ્સનો ઉપયોગ કરવા વિદ્યાર્થીઓને આ પ્રકારની સ્પર્ધામાં પ્લેટફોર્મ પુરું પાડવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓએ ડિઝાઇનીંગ, કારના ઘટકોના સોર્સિગ, ફેબ્રિકેટિંગ, કોસ્ટીંગ અને પોતાની પ્રોડક્ટના માર્કેટિંગ પર કામ કરવાનું રહે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ 2014, 2016 અને 2018માં ચારૂસેટની ઓજશ્વત રાષ્ટ્રીયકક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. ચારૂસેટ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સુરેન્દ્ર પટેલ, પ્રોવોસ્ટ ડો.આર.વી.ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો.દેવાંગ જોશી, ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ સહિત સ્ટાફે વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવી હતી.

ઓશ્વતર ટીમમાં જેનીશ મેરુલીયા-સુરતના નેતૃત્વ હેઠળ ભાવિક મોદી-સુરત, જીમિત દેસાઈ-વલસાડ, આયૅન વાઘેલા-અમદાવાદ, શાશ્વત શરવન-વડોદરા, સમયાક દામાની-અમદાવાદ, ઉજાસ વારીયા-મીઠાપુર, સિતાંશુ પાઠક-વેરાવળ, પ્રદ્ય્યુમન ચીલ્લાપુર-અંકલેશ્વર, દર્શન કનિજયા-નવસારી અને ઘૈયૅ પટેલ-વડોદરા સહિત 14 વિદ્યાર્થી દ્વારા રેસિંગ કાર તૈયાર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...