વિદ્યાર્થી ઝળક્યો:ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં ચારૂસેટના વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ ખાતે રાજ્યકક્ષાની ઓપન એજ ગ્રુપ ચેસ સ્પર્ધા યોજાઈ હતી
  • સમગ્ર રાજ્યમાંથી 71 ખેલાડીઓ ભાગ લીધો હતો

અમદાવાદ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની ઓપન એજ ગ્રુપ ચેસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ચારૂસેટનો વિદ્યાર્થી જોય શાહે પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

રમત ગમત યુવા અને સાંસકૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથરિટી ઓફ ગુજરાત આયોજિત 11 મો ખેલ મહાકુંભ - 2022 રાજ્યકક્ષાની ઓપન એજ ગ્રુપ ચેસ સ્પર્ધા તારીખ 18 મે થી 24 મે દરમિયાન શ્રી ઉમિયા કન્યા કેળવણી સંકુલ, સોલા - અમદાવાદ મુકામે યોજાઈ રહી છે. આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી 71 ખેલાડીઓ ભાગ લીધો હતો. જિલ્લાના વિજેતા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

આ સમગ્ર સ્પર્ધાના અંતે મોટા મોટા દિગજ્જોને ચેક મેટ આપીને ચારૂસેટ ચાંગા સ્થિત ચંદુભાઈ એસ પટેલ ઇન્સ્ટિટયૂટ ઑફ ઈજનીરિંગના પ્રથમ વર્ષ કોમ્પ્યુટર સાયન્સ વિદ્યાશાખામાં અભ્યાસ કરતો જોય શાહે પ્રથમ ક્રમાંકે રહીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

યુનિવર્સિટીના કુલપતિ ડૉ આર.વી. ઉપાધ્યાય, કુલ સચિવ ડૉ દેવાંગ જોશી, પ્રિન્સિપાલ વાય.પી.કોસ્ટા, રમત ગમત અધિકારી ડૉ યોગેશ જાની તેમજ ડો.અમિત ઢક્કરે જોય શાહ અને રમત ગમત વિભાગના ફેકલ્ટી ડો.પ્રિતેશ પટેલને આ સિદ્ધિને બિરદાવતા અભીનનંદ પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...