ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની 11મી વાર્ષિક સાધારણ સભા ચારુસેટ કેમ્પસમાં પ્રમુખ નગીનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં કેળવણી મંડળના ટ્રસ્ટી અને દાતા અમેરિકા સ્થિત વિષ્ણુભાઈ વી. પટેલની ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.
ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની 11મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં યુકે –લંડનમાં સ્થાપવામાં આવેલા ચારુસેટ એજ્યુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટ વિશે વિરેન્દ્રભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ટ્રસ્ટનું આગામી 16મી જુલાઈએ યુકે –લંડનમાં લોન્ચિંગ કરવામાં આવશે. જેના હોદ્દેદારોના આમંત્રણને માન આપીને આ લોન્ચિંગ કાર્યક્રમ અને ફંડ રેઇઝિંગ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ચારુસેટ તરફથી ઉચ્ચસ્તરીય ડેલીગેશન યુકેની મુલાકાત લેશે.
આ કાર્યક્રમમાં નગીનભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ પટેલ, ડો. એમ. સી. પટેલ, વિષ્ણુભાઈ પટેલ, નવનીતભાઈ પટેલ, ડો. દેવાંગ જોશી, ડો. ઉમાબેન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ યુકેમાં ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલનો પ્રચાર-પ્રસાર કરશે.
ઉલ્લેખનીય છે કે, ચારુસેટ યુનીવર્સીટી અને ચારુસેટ હોસ્પિટલનો પ્રચાર-પ્રસાર માટે અમેરિકામાં ચારુસેટ એજ્યુકેશનલ ફાઉન્ડેશન ઇન્ક.ની 8 વર્ષ અગાઉ સ્થાપના કરવામાં આવી છે જેનું સંચાલન વિરેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે. કેળવણી મંડળના ટ્રસ્ટી અને દાતા અમેરિકા સ્થિત વિષ્ણુભાઈ વી. પટેલ (મહેળાવ/યુએએસ)ની સીએચઆરએફના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેમના તરફથી ચારુસેટ એજ્યુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટ (CEHT- UK)ને 5000 પાઉન્ડનું દાન જાહેર કરવામાં આવ્યું છે.
વિરેન્દ્રભાઈ પટેલે ચારુસેટ હોસ્પિટલને આર્થીક સહયોગ આપવા દેશવિદેશના દાતાઓને અનુરોધ કર્યો હતો. વધુમાં એન. આર. પટેલ એન્ડ કંપનીના જયંતીભાઈ પટેલ (ચેન્નાઈ/અલીન્દ્રા) દ્વારા ચારુસેટ હોસ્પિટલને 1 કરોડનું માતબર દાનનો સંકલ્પ કરવામાં આવ્યો હતો જે સંકલ્પ તાજેતરમાં પરિપૂર્ણ થતા તેમના તરફથી કુલ 1 કરોડનું માતબર દાન પ્રાપ્ત થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.