ફિઝિયોથેરાપી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સન્માન:ચારૂસેટ સંલગ્ન ARIPના પ્રિન્સિપાલને રાષ્ટ્રીય કક્ષાના "વિશિષ્ટ સેવા પુરસ્કાર" થી સન્માનીત કરવામાં આવ્યાં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલકત્તામાં આયોજિત 59મી ધ ઈન્ડિયન એસોસિએશન ઑફ ફિઝિયોથેરાપીસ્ટ્સ (IAP) કોન્ફરન્સમાં પુરસ્કાર એનાયત કરાયો

ફિઝિયોથેરાપી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ચારૂસેટ સંલગ્ન ARIPના પ્રિન્સિપાલ ડો. એમ. બાલાગણપતિ રાષ્ટ્રીય કક્ષાના "વિશિષ્ટ સેવા પુરસ્કાર" થી સન્માનીત કરવામાં આવ્યાં હતા. ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ચારૂસેટ સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝિયોથેરાપી (ARIP)ના પ્રિન્સિપાલ અને ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સના ડીન ડો. એમ. બાલાગણપતિને ફિઝિયોથેરાપી વ્યવસાયને પ્રોત્સાહિત કરવા માટે અને ફિઝિયોથેરાપી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ રાષ્ટ્રીય કક્ષાના "વિશિષ્ટ સેવા પુરસ્કાર" થી સન્માનીત કરવામાં આવ્યા છે.

7મી મે 2022ના રોજ કોલકત્તામાં આયોજિત 59મી ધ ઈન્ડિયન એસોસિએશન ઑફ ફિઝિયોથેરાપીસ્ટ્સ (IAP) કોન્ફરન્સમાં "ધ ઈન્ડિયન એસોસિએશન ઑફ ફિઝિયોથેરાપીસ્ટ્સ" CEC દ્વારા ડો. બાલાને "વિશિષ્ટ સેવા પુરસ્કાર" એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ચારૂસેટ પરિવારે ડો. બાલાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને ફિઝિયોથેરાપી ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ કાર્યની પ્રશંસા કરી છે.

અન્ય સમાચારો પણ છે...