તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:ચારુસેટ હોસ્પિટલે 38 દિવસની સારવાર બાદ ગંભીર નવજાત શિશુનો જીવ બચાવ્યો

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્વાસ ન લઇ શકતા શિશુનું બે વાર બલ્ડ ટ્રાન્સફ્યૂઝન કરીને ફેફસા મજબુત કર્યા

ચાંગાસ્થિત ચારુસેટ હોસ્પિટલમાં બાળ રોગ વિભાગના નીયો નેટલ ઇન્ટેન્સીવ કેર યુનિટમાં 38 દિવસની સારવાર પછી ગંભીર નવજાત શિશુનો જીવ બચાવવામાં આવ્યો છે. આ અંગે હોસ્પિટલના પીડિયાટ્રીશિયન ડો. હાર્દિક ગુુપ્તાઅે જણાવ્યું હતું નડિયાદમાં વસતાં ધર્મિષ્ઠાબેન તળપદાના નવજાત શિશુ પુત્ર જન્મ સમયે વજન ફકત 840 ગ્રામ હતું. બાળકના ફેફસા પૂર્ણ વિકસિત ન હતા જેથી શ્વાસની ગંભીર તકલીફ હતી

જેના કારણે બાળકને નોન ઇન્વેસીવ વેન્ટીલેશન પર રાખી સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન ગંભીર ચેપના કારણે વજન વધતું ન હતું સાથે સાથે હિમોગ્લોબિન પણ ઓછું થઈ ગયું હતું માટે 2 વાર બ્લડ ટ્રાન્સફ્યૂઝન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો અને વજન વધવાનું શરૂ થયું. 38 દિવસની સારવાર પછી બાળકનું વજન 1.2 કિલો થયું હતું અને સંપૂર્ણ સ્વસ્થ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...