ચરોતરમાં ત્રણ દિવસના વિરામ બાદ વાદળોની આવનજાવન વચ્ચે સોમવારે ખેડા જિલ્લાના કઠલાલ, ખેડા, મહેમદાવાદ, નડિયાદ અને આણંદ જિલ્લામાં પેટલાદમાં અડધો ઇંચ વરસાદનોંધાયો છે. જયારે અન્ય તાલુકામાં 2 થી 6 મિમી સામાન્ય વરસાદ નોંધાયો છે. આગામી ત્રણ દિવસ દરમિયાન હળવા વરસાદની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યકત કરી છે.
આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 32.05, લઘુત્તમ તાપમાન 26.03, ભેજના ટકા 86 અને પવનની ગતિ 6.5 કિમીની નોંધાઇ છે.ત્રણ દિવસ સુધી 10 કિમીની ઝડપે પવન ફુંકાવવાની સાથે કેટલાંક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યકત કરી છે. જ્યારે હાલમાં વરસાદનું જોર ઓછું ત્યારે ખેતરમાં વધેલા નીંદામણને દૂર કરીને દવાઓનો છંટકાવ કરવા કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.