• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Charotar University Hosts Third International Conference On Soft Computing And Its Engineering Applications, Attended By 315 Delegates From 15 Countries

કોન્ફરન્સ:ચરોતર યુનિવર્સિટીમાં સોફ્ટ કોમ્પ્યુટીંગ એન્ડ ઈટ્સ એન્જિનિયરિંગ એપ્લીકેશન વિશે થર્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ, 15 દેશોના 315 ડેલિગેટ્સે ભાગ લીધો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 ટેકનિકલ સેશનમાં 15 દેશોના સંશોધકોએ પોતાના 33 રીસર્ચ પેપર રજૂ કર્યા
  • અગાઉ 2017 અને 2020માં ચારૂસેટમાં બે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી

આણંદની ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં થર્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સોફ્ટ કોમ્પ્યુટીંગ એન્ડ ઈટસ એન્જિનિયરિંગ એપ્લીકેશન વિશે વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 247 રીસર્ચ પેપરના રજીસ્ટ્રેશન થયા હતા. જેમાંથી 33 રીસર્ચ પેપરની પસંદગી કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં 315 ડેલીગેટ્સે ઓનલાઈન ભાગ લીધો હતો.

ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સંલગ્ન ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન દ્વારા તાજેતરમાં થર્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સોફ્ટ કોમ્પ્યુટીંગ એન્ડ ઈટસ એન્જિનિયરિંગ એપ્લીકેશન વિશે વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સોફ્ટ કોમ્પ્યુટીંગ ફોર સ્માર્ટ નેશન થીમ પર યોજાયેલી બે દિવસની આ કોન્ફરન્સમાં કુલ 247 રીસર્ચ પેપરના રજીસ્ટ્રેશન થયા હતા. જેમાંથી 33 રીસર્ચ પેપરની પસંદગી કરવામાં આવી હતી.

આ કોન્ફરન્સમાં 315 ડેલીગેટ્સે ઓનલાઈન ભાગ લીધો હતો. યુએસએ, યુકે, યુએઈ, કેનેડા, સાઉથ આફ્રીકા, પૉલેન્ડ, જર્મની, ફિનલેન્ડ, શારજાહ, યુક્રેન, પેરૂ, નાઇજીરીયા, બાંગ્લાદેશ, પેલેસ્ટાઇન સહિત 15થી વધુ દેશોમાંથી આવેલા રીસર્ચ પેપર કોન્ફરન્સમાં પસંદ કરવામાં આવ્યાં હતા. 10 ટેકનિકલ સેશનમાં 15 દેશોના સંશોધકોએ પોતાના 33 રીસર્ચ પેપર રજૂ કર્યા હતા. આ 33 રીસર્ચ પેપર સ્પ્રીન્જરની પ્રતિષ્ઠિત કોમ્યુનિકેશન્સ ઇન કોમ્પ્યુટર એન્ડ ઇન્ફર્મેશન સાયન્સ (CCIS) શ્રેણી, સ્કોપસ ઇન્ડેક્સ સ્પ્રીન્જર સીસીઆઈએસમાં પબ્લિશ કરવામાં આવશે. આ કોન્ફરન્સના ટેકનીકલ સ્પોન્સર સ્પ્રીન્જર યુએસએ અને ફાઈનાન્સીયલી કો-સ્પોન્સર ગુજકોસ્ટ ગુજરાત સરકાર અને ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી હતા.

ડો. વી. સુશીલા દેવી (મુખ્ય સંશોધન વૈજ્ઞાનિક, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ઓટોમેશન વિભાગ, ભારતીય વિજ્ઞાન સંસ્થાન (IIS), બેંગ્લોર, ભારત) દ્વારા મુખ્ય વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ડો. આશિષ ઘોષ (પ્રોફેસર, મશીન ઇન્ટેલિજન્સ યુનિટ, ISI કોલકાતા, ભારત), ડો. મેસિમિલિઆનો કેનાટા (એન્જિનિયરિંગ જીઓમેટિક્સ, પ્રોફેસર, યુનિવર્સિટી ઑફ એપ્લાઇડ સાયન્સ એન્ડ આર્ટસ ઑફ સધર્ન સ્વિટ્ઝર્લેન્ડ), ડો. શૈલેષ કુમાર (મુખ્ય ડેટા સાયન્ટિસ્ટ, હૈદરાબાદ, ભારત), ડો. વિષ્ણુ પેંડ્યાલા (સેન જોસે સ્ટેટ યુનિવર્સિટી, સેન જોસ, સીએ, યુએસએ), ડો. કિરણ ત્રિવેદી (વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ, ભારત), અને ડો. પ્રિતપાલ સિંઘ (જેગીલોનિયન યુનિવર્સિટી, પોલેન્ડ). દ્વારા એક્સપર્ટ ટોક આપવામાં આવી હતી.

આ કોન્ફરન્સના ચીફ પેટ્રન કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ અને માતૃસંસ્થા-કેળવણી મંડળના માનદ મંત્રી ડો. એમ. સી.પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, ડીન ડો. અતુલ પટેલ અને ડો. પવન લીંગરાસ (પ્રોફેસર, સેન્ટ મેરી’સ યુનિવર્સિટી, કેનેડા) કોન્ફરન્સના જનરલ ચેર, CMPICAના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. કે. કે. પટેલ કોન્ફરન્સના ટેકનીકલ પ્રોગ્રામ કમિટી ચેર, ડો. ગાયત્રી ડૉક્ટર (પ્રોફેસર, CEPT યુનિવર્સિટી, અમદાવાદ), અને ડો. દીપક ગર્ગ (પ્રોફેસર, બેનેટ યુનિવર્સિટી, ગ્રેટર નોઈડા, ભારત) કોન્ફરન્સના ટેકનીકલ પ્રોગ્રામ કમિટી કો-ચેર રહ્યા હતા.

icSoftComp2021 એ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના ક્ષેત્રોમાં સંશોધકો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને તેમના સંશોધન, જ્ઞાન, નવા વિચારો અને નવીનતાઓ રજૂ કરવા માટે એક ઉત્તમ આંતરરાષ્ટ્રીય મંચ છે. icSoftComp2021 એ એક આકર્ષક ટેકનિકલ કાર્યક્રમનું પ્રદર્શન કર્યું છે. તેમાં ઉચ્ચ-ગુણવત્તાયુક્ત વર્કશોપ, મહત્વપૂર્ણ પ્રવચનો અને અગ્રણી સંશોધન અને ઉદ્યોગના અગ્રણીઓના છ નિષ્ણાત વાર્તાલાપ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ કોન્ફરન્સમાં ચારુસેટનાં ફેકલ્ટી મેમ્બર્સ, રિસર્ચ સ્કોલર્સ અને પી.જી. વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (AI)ના સબ ડોમેઇન ગણાતા સોફ્ટ કોમ્પ્યુટીંગની થીમ પર આ અગાઉ 2017 અને 2020માં ચારૂસેટમાં બે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...