આણંદ-ખેડા જિલ્લામાં સોમવાર સવારથી હિમ પવનોના પગલે કાંતિલ ઠંડી અહેસાસ વર્તાઇ રહ્યો હતો. આગામી ત્રણ દિવસ સુધી સામાન્ય લઘુત્તમ તાપમાન આસપાસ રહેશે. ઉતર ભારત કાશમીર સહિત વિસ્તારમાં થઇ રહેલ હિમ વર્ષાના પગલે બરફીલા પવનોનું જોર વધતાં મેદાની પ્રદેશમાં ઠંડી અહેસાસ વર્તાઇ રહ્યો છે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં ચરોતર પંથક સામાન્ય હળવા વાદળો રહેવાની સંભાવના છે. જેથી પુન: ઠંડીનું જોર ઘટશે. આમ અાગામી ઉત્તરાયણ પર્વ સુધી બેવડી ઋતુનો અનુભવ વર્તાશે.
ચાલુવર્ષે વેસ્ટન ડિર્બન્સના કારણે સતત વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે. હાલમાં હિમવર્ષાના પગલે ઠંડા પવનો જોર વધ્યું છે. ત્રણ દિવસ સુધી 5 થી 7 કિમી ઝડપે પવન ફુંકાવવાની સંભાવના છે. જયારે આગામી 10મી જાન્યુઆરી આસપાસ પુન: હળવા વાદળો રહેવાની વકી છે. જેના કારણે પુન: ઠંડીનું જોર ઘટશે. લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી વધુ રહેશે. જેના કારણે બેવડી ઋતુનો અનુભવ વર્તાશે. જો કે વરસાદની હાલમાં કોઇ સંભાવના નથી.
ગ્રામ્ય વિસ્તારોમાં ટાડોળુ ફરી વળ્યું
સોમવારે આણંદ કૃષિ હવામાન ખાતામાં લઘુત્તમ તાપમાન 11.04 ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સાંજના 7 વાગ્યાબાદ ચહલ પહલ ઓછી થઇ ગઇ હતી. તો શહેરના માર્ગો પર રાત્રિના 9 વાગ્યા બાદ એકદોકલ વાહનો પસાર થતાં જોવા મળ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.