ચૂંટણી ચિત્ર સ્પષ્ટ:ચરોતર - ગત ટર્મ કરતા આણંદમાં 33 ઉમેદવાર વધ્યા, ખેડામાં 2 ઘટ્યા

આણંદ / નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અંતિમ દિને વધુ 26 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા , ચરોતરની 13 બેઠક પર હવે 113 ઉમેદવારો મેદાનમાં
  • 2017ની ચૂંટણીમાં ખેડા જિલ્લાની 6 બેઠક પર 43 ઉમેદવાર હતા, અા વખતે 44 થયા : અાણંદની 7 બેઠક પર ગત ચૂંટણીમાં 46 હતા, જે વધીને 69 થયા

આણંદ ખેડા જિલ્લાની કુલ 13 બેઠકો પર 140 વધુ ઉમેદવારો 271 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાંથી 50 ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેથી 221 ઉમેદવારી પત્રો રહ્યાં હતા. જેમાં 1 ઉમેદવાર દ્વારા 1 થી વધુ ફોર્મ ભરાયા હોય તે અમાન્ય ગણાવામાં આવ્યાં હતા. જેથી 139 ઉમેદવારો મેદાન હતા.જેમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે 26 ઉમેદવારી પત્રો પરત ખેંચાતા હવે 113 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. સૌથી વધુ આણંદ બેઠક પર 15 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જેમાં ભાજપ,કોંગ્રેસ અને આપ વચ્ચેના જંગમાં 12 ઉમેદવારો ગણિત બગાડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત ચરોતરની 13 બેઠકો પર ઉમદેવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે કુલ 26 ઉમેદવારી પરત પરત ખેંચાયા છે. આણંદ જિલ્લામાં બોરસદ બેઠક પર આપ અને અપક્ષ મળી 2 ઉમેદવારો, આંકલાવ બેઠક પર 1, ઉમરેઠ માં 1 આપ અને 2 અપક્ષ ઉમેદવારો, આણંદમાં 3 અપક્ષ ઉમેદવારો, પેટલાદમાં 1 અપક્ષ ,સોજીત્રામાં 2 ઉમેદવારો ઉમેદવારી પત્ર પરત ખેંચાયા છે. જયારે ખંભાત બેઠક પર એક પણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા નથી. આમ આણંદ જિલ્લામાં કુલ 12 ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે.

હવે 69 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આણંદ બેઠક પર 3, ઉમરેઠ 8,ખંભાત 7, પેટલાદ 7, આંકલાવ 8, બોરસદ 7, અને સોજીત્રા બેઠક 6 ઉમેદવારો ચૂંટણી લડયા હતા. ગત ટર્મમાં માત્ર 46 ઉમેદવારો ચૂુંટણી લડયા હતા. જયારે ખેડા જિલ્લાની 6 બેઠકો પર 14 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચતા હવે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સહિત 44 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. મહત્વની બાબત છેકે નડિયાદ અને માતર બેઠક પર 2-2, મહેમદાવાદ અને મહુધા બેઠક પર 1-1, જ્યારે ઠાસરા અને કપડવંજ બેઠક પર 4-4 મળી કુલ 14 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. વર્ષ 2017ની ચૂંટણીની તો તે સમયે નડિયાદમાં 11, માતર 10, મહમદાવાદ 4, મહુધા 8, ઠાસરા 6 અને કપડવંજ બેઠક પર 7 મળી કુલ 46 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...