ટ્રેનો પરિવર્તિત માર્ગે દોડશે:આણંદમાં સ્ટોપેજવાળી 4 ટ્રેનોના રૂટમાં ફેરફાર

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરભંગા- વારાણસી ટ્રેનો પરિવર્તિત માર્ગે દોડશે

પશ્ચિમ મધ્ય રેલવે ના ભોપાલ મંડળનાં બીના-ગુના સેક્સન પર પિપરાઇગાવ, ગુનેરુ બામોરી, મુંગૌલી અને કંજીયા સ્ટેશનો વચ્ચે ડબલીંગના કારણે અમદાવાદ - દરભંગા એક્સપ્રેસ અને અમદાવાદ - વારાણસી સિટી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત કરાયેલા માર્ગ થી ચાલશે.

પ્રાપ્ત માહિતી મુજબ ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા એક્સપ્રેસ તા.6,8,11,13,15,18 અને 20 જાન્યુઆરીના રોજ તેમના નિર્ધારિત માર્ગ પર મકસી-રુઠીયાઈ -બીનાને બદલે માકસી-સંત હિરદારામ નગર-નિશાતપુરા-બીના થઈને દોડશે,ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ એક્સપ્રેસ તા. 7, 9, 11, 14, 16 અને 18 જાન્યુઆરીના રોજ તેના નિર્ધારિત માર્ગ બીના-રુઠીયાઈ -મકશી ને બદલે બીના-નિશતપુરા-સંત હિરદારામ નગર- મકશી થઈને દોડશે, ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી સિટી એક્સપ્રેસ તા 5, 7, 9, 10, 12, 14, 16 , 17 અને 19 જાન્યુઆરી ના રોજ તેના નિર્ધારિત માર્ગ મકસી-રુઠીયાઈ -બીનાને બદલે મક્સી- સંત હિરદારામ નગર - નિશાતપુરા- બીના થઈને દોડશે.

ટ્રેન નંબર 19168 વારાણસી સિટી - અમદાવાદ એક્સપ્રેસ તા 5, 6, 8, 10, 12, 13, 15, 17, 19 અને 20 જાન્યુઆરી ના રોજ તેના નિર્ધારિત માર્ગ બીના-રુઠીયાઈ -મકશીને બદલે બીના - નિશતપુરા - સંત હિરદારામ નગર-મકશી થઈને દોડશે. તેમ રેલવેના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...