નિવેદન:ચાંગાની વાઈબ્રન્ટ ઈન્ટરનેશનલ એકેડમી સ્કૂલને બંધ કરી દેવાઈ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૌભાંડમાં 170 પીડિતોના નિવેદન લેવામાં આવશે

પેટલાદ તાલુકાના ચાંગા સ્થિત વાઈબ્રન્ટ ઈન્ટરનેશનલ એકેડમી સ્કૂલનું કરોડનું કૌભાંડ પ્રકાશિત થતાં જ શા‌ળાના તમામ ટ્રસ્ટીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જ્યારે બીજી તરફ પોલીસમાં ફરિયાદ બાદ સ્કૂલના બંને તરફના લોખંડી દરવાજાને તાળા મારી બંધ કરી દેવાઈ છે. મૂળ સુરતના ટ્રસ્ટીઓ દ્વારા વાઈબ્રન્ટ ઈન્ટરનેશનલ એકેડમી સ્કૂલ અંતર્ગત ચરોતર એજ્યુકેશન સોસાયટીના નામે વિદ્યાલક્ષ્મી સ્કોલરશીપ નામની અભ્યાસલક્ષી સ્કીમ ચાલુ કરાઈ હતી. સ્કીમ અંતર્ગત ત્રણથી પાંચ લાખની ડિપોઝીટ લેવામાં આવી હતી.

જેમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નહોતી. જોકે, જ્યારે િવદ્યાર્થી અધવચ્ચે અભ્યાસ છોડે અથવા અભ્યાસ પૂર્ણ થાય તો તેવા િકસ્સામાં તેને તે ડિપોઝીટ પરત મળે તેવો કરાર કરાયો હતો. પરંતુ છેલ્લાં એક વર્ષથી ટ્રસ્ટીઓ દ્વારા વાલીઓને પૈસા ચૂકવવામાં આવતા નહોતા. અવાર-નવાર માંગણીઓ છતાં પણ પૈસા ન ચૂકવાતા આખરે એક વાલીએ મહેળાવ પોલીસ સ્ટેશને જયંતિ આંબલીયા, રસિક કાકલોતર, પ્રવિણ કળસરિયા, કલ્પેશ સરવૈયા, જયંતિ ઘોડાદરા, રમેશ આંબલીયા, નિસર્ગ પટેલ, ડો. મુકુલ હિરજી પટેલ, વિમલ નંદલાલ રાજ્યગુરુ, કરમશી મેઘજી ધંધુકિયા, અનિલ કરમશી જીકાદરા અને ચંદ્રેશ કરમશીયા ધંધુકિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પીએસઆઈ એ. ડી. પુવારે જણાવ્યું હતું કે, હાલમાં જેઓ ભોગ બન્યા છે તેવા 170થી વધુ લોકોના નિવેદન લેવામાં આવશે. એ પછી જો યોગ્ય જણાશે તો કલમનો ઉમેરો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...