મેઘતાંડવ:ચરોતરમાં 5 દિવસ બાદ વાદળો વિખેરાતા ઠંડી વધવાની શક્યતા

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેશે

ચરોતરમાં એક સપ્તાહ સુધી વાદળો ઘેરાયેલા રહેતા મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જેથી દિવસ દરમિયાન સામાન્ય ગરમીનો અનુભવ વર્તાતો હતો. જોકે, શનિવાર બપોર બાદ વાદળો વિખેરાતા ઠંડા પવનોનો ચમકારો અનુભવાયો હતો. રવિવારથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં પુનઃ ઠંડીનું જોર વધશે.

આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. ઉતરાયણ બાદ એકાદ વખત તાપમાન 10 ડિગ્રી આસપાસ પહોંચશે. હાલમાં વાદળીયા વાતાવરણને કારણે જીવાતોનો ઉપદ્રવ વધી ગયો છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી, ભેજનું પ્રમાણ 90 ટકા, પવનની ગતિ પ્રતિ કલાક 3.4 કીમીની નોંધાઇ છે. રવિવારથી ઉતર પૂર્વી સુકા પવનોનું જોર વધશે. તેના કારણે લઘુત્તમ તાપમાન નીચું જશે. ભેજનું પ્રમાણ ઘટતાની સાથે લઘુત્તમ પારો 13 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...