હેકાથોન 1.0:300 વિદ્યાર્થીઓને 36 કલાકમાં પ્રોબ્લેમ સોલ્યુશનની ચેલેન્જ

આણંદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એડીઆઈટી એન્જિનીયરીંગ કોલેજ ખાતે સ્પર્ધાનો પ્રારંભ
  • સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ, સ્માર્ટ વ્હીલચેર સહિતના પ્રોજેક્ટ પર કામ કરાશે

ચારૂતર વિદ્યા મંડળ યુનિવર્સિટી સંલગ્ન ન્યૂ વલ્લભવિદ્યાનગર સ્થિત એડીઆઈટી એન્જિનીયરીંગ કોલેજ ખાતે બે દિવસ માટે હેકાથોન પાર્ટ-1નું આયોજન કરાયું છે. જેમાં 300 વિદ્યાર્થીઓને માત્ર 36 કલાકમાં સમસ્યાનો સફળતાપૂર્વક ઉકેલ લાવવાનો ટાસ્ક સોંપવામાં આવ્યો છે. શુક્રવારથી શરૂ થયેુલી બે દિવસીય હેકાથોનમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ, સ્માર્ટ વ્હીલચેર અને દિવ્યાંગ વ્યક્તિઓ માટેની એપ, સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ સિસ્ટમ સહિત કેટલાંક અવનવાં વિષયો પર વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ અને તેના સરળતાથી ઉકેલ કેવી રીતે લાવી શકાય તે શોધશે.

સરકાર દ્વારા યુવા પેઢીને સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન દ્વારા તેમની સર્જનાત્મક ક્ષમતા મળે તથા સક્ષમ બને તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જેથી તેઓ આત્મનિર્ભર ભારતની પ્રાપ્તિ તરફ વિકાસ અને વૃદ્ધિમાં યોગદાન આપી શકે. વિદ્યાર્થીઓ દ્વારા આપેલાં વિવિધ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર સમસ્યાનું નિરાકરણ કરવાની, રોજિંદા ધોરણે ગંભીર મુદ્દાઓને ઉકેલવા પ્રયાસ કરાશે. નોંધનીય છે કે, રાજ્ય તથા રાજ્યબહારથી વિવિધ 90 ટીમો અને તેમજ 300 જેટલા વિદ્યાર્થીઓ, મેન્ટર્સતથા જ્યુરી મેમ્બર, ઇવૅલ્યુએટર્સ અને ઇન્ડસ્ટ્રી એક્ષપર્ટ ઉપસ્થિત રહ્યા હતા.

ભાગ લેનાર ટીમો દ્વારા સળંગ 36 કલાક સુધી અવિરત ટીમ વર્ક કરીને ટેક્નીકલ કૌશલ્ય, વૈચારિક ક્ષમતા, ટીમ કૌશલ્ય, સ્ટાર્ટઅપ ક્ષમતાથી વિવિધ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સના હાર્ડવેર-સોફ્ટવેર આધારિત ઉકેલ રજૂ કર્યા છે. સ્માર્ટ વર્લ્ડ, સસ્ટેનેબિલિટી અને નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજિસ, લાઈફ સાયન્સ એન્ડ એગ્રિકલચર, સ્ટુડન્ટ ઇનોવેશન જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા છે. દરેક ટ્રેકમાં વિવિધ કેટેગરીમાં કુલ 1.75 લાખ જેટલી રકમના ઇનામો આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...