રોષ:આણંદ 100 ફૂટ રોડ પર ઉભરાતી ગટરના પશ્ને રહીશોનો ચક્કાજામ

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલીમાં રહેતી મહિલાઓએ રોડ પર બેસી નગરપાલિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યકત કર્યો

આણંદ શહેરના 100 ફૂટ રોડ પર લક્ષ્મી કોમ્પલેક્ષ પાસે છેલ્લા દોઢ વર્ષથી ગટર ઉભરાઇ છે. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઇ જ કામગીરી કરવામાં ન આવતાં ગુરૂવાર સવારે નજીકમાં આવેલી ચાલીના રહીશોએ રોડ પર સુઇ જઇને માર્ગ ચક્કાજામ કરીને પાલિકા વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરીને રોષ ઠાલવ્યો હતો.જેના પગલે વોર્ડ નં 6ના કાઉન્સિલર દિપેન પ્રજાપતિ દોડી આવીને સ્થાનિક રહીશો સાથે ચર્ચા વિચારણ કરીને તાત્કાલિક પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન રજૂઆત કરતાં તેઓ એક માસમાં ગટર લાઇનનું સમારકામ કરવાની ખાત્રી આપતાં મામલો થાળે પળ્યો હતો.

આણંદ 100 ફોટ રડે લક્ષ્મી કોમ્પલેક્ષ પાસે છેલ્લા દોઢ વર્ષથી ગટરના પાઇપ લાઇન તુટી ગઇ છે. તેમજ વારંવાર ચોકબ થઇ જાય છે.તેના કારણે બારે માસ ગટરના ગંદા પાણી ઉભરાઇને રસ્તા પર ફરી વળી છે.તેમજ નજીકમાં આવેલી 100થી વધુ મકાનોની ચાલીમાં ગટરના ગંદા પાણી ઘુસી જાય છે.તેમજ અઠવાડિયા બે ત્રણ દિવસ તો લોકોના ઘરમાં પાણી ઘુસી જતાં હોય છે.તેના કારણે ઘરમાં ગંદરી ફેલાઇ છે.તેમજ ભારે દુર્ગધ મારે છે. બારે માસ ગટરના પાણી ભરાઇ રહેતા હોવાથી આ વિસ્તારના લોકો અવારનવાર મેલેરિયા સહિત વાયરલ બિમારી સપડાય છે.તેમજ મુખ્યમાર્ગ પર ગંદા પાણી પડી અવરજવર કરવી પડતી હોવાથી ચામડી રોગ પણ થાય છે.

આ અંગે પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ પણ સ્થાનિક રહીશો દ્વારા કાઉન્સિલરો સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.તેવખતે કામ થઇ જશે તેવી હૈયાધારણા આપી હતી. તે વાતને ચાર માસ થવા છતાં કોઇ પગલા ન લેવાતા આખરે સ્થાનિક રહીશોએ ગુરૂવાર સવારે 100 રોડ 200 થી વધુ લોકો બેસી જઇને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

1 માસમાં ગટર લાઇનનું સમારકામ થઇ જશે
આણંદ 100 ફૂટ રોડ પર એ વન હોલ પાસે ઉભરાતી ગટર પ્રશ્ન અંગે રજૂઆત મળી છે. જેથી આ અંગે તપાસ કરીને ગટરની તુટેલી પાઇપ લાઇનો સમારકામ કરીને કે પછી નવી પાઇપ લાઇન નાંખીને કાયમી ધોરણે પ્રશ્ન હલ કરવા જણાવ્યું હતું.- સચિન પટેલ, કારોબારી ચેરમેન, નગરપાલિકા આણંદ

ઘરમાં પાણી ઘુસી જતાં રોગચાળાની દહેશત
આણંદ 100 ફૂટ રોડ લક્ષ્મી કોમ્પલેક્ષ પાસે છેલ્લા દોઢ બે વર્ષથી ગટર પાઇપ લાઇન તુટી જતાં દરરોજ ગટરના ગંદા પાણી ઉભરાઇ છે. અમારી ચાલીમાં આવવાજાવવાના માર્ગ પર તેમજ કયારે તો ઘરોમાં પાણી ઘુસી જાય છે.તેના કારણે ભારે દુર્ગધ મારે છે.લોકોને ગંદા પાણી પડીને અવરજવર કરવી પડે છે. જેના કારણે ચામડીનો રોગ થાય છે.ગંદીના કારણે ઘરઆંગણે સામાજીક પ્રસંગો ઉજવી શકતાં નથી. આ અંગે પાલિકા રજૂઆત કરવા છતાં કોઇ પગલાં લેવાતા નથી. - મંજુલાબેન, ચાલીના રહીશ ,આણંદ

અન્ય સમાચારો પણ છે...