• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Chakkajam By Stopping Buses Near Napa, Despite Many Representations, Students Were Angry That They Could Not Reach School college On Time As Buses Did Not Stop.

વિરોધ:નાપા પાસે બસો અટકાવી ચક્કાજામ, અનેક રજૂઆત છતાં બસો ઉભી ન રહેતાં છાત્રો શાળા-કોલેજે સમયસર પહોંચી ન શકતા રોષે ભરાયા

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
STના અધિકારીઓ સ્થળ પર આવે તેવા હઠાગ્રહથી પોલીસ દોડી - Divya Bhaskar
STના અધિકારીઓ સ્થળ પર આવે તેવા હઠાગ્રહથી પોલીસ દોડી

બોરસદ એસટી ડેપોમાંથી વહેલી સવારે ઉપડતી બસો અનિયમિત હોઈ તેમજ નાપા સહીતના સ્ટેન્ડ પર બસો ઉભી રહેતી ના હોઈ વહેલી સવારે આણંદ-વિદ્યાનગર શાળા કોલેજમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓના લેક્ચર છૂટી જવા તેમજ સમયસર શાળાએ ના પહોંચતા તેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે. જેને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આ અંગે બોરસદ એસટી વિભાગના જવાબદાર અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવા છતાં એસટીના અધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું ન હતું.

જેને લઇ સોમવારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ નાપા સ્ટેન્ડ પાસે રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યું હતું જેને લઇ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.બોરસદ તરફથી આવતી બસો અને આણંદ તરફથી આવતી બસો કુલ 8 જેટલી બસોને વિદ્યાર્થીઓ અટકાવી દીધી હતી અને રસ્તા પર ચક્કાજામ કરી દીધું હતું અને જ્યાં સુધી એસટીના અધિકારીઓ ના આવે ત્યાં સુધી રસ્તા પરથી ખસવાની ના પાડી દીધી હતી જેને લઇ બોરસદ રૂરલ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વિદ્યાર્થીઓને સમજાવટ કરી હતી પરંતુ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ ટસના મસ થયા ન હતા આખરે બે કલાક સુધી ચક્કાજામ કર્યા બાદ એસટીના અધિકારીઓ આવતા અને તેઓએ નિયમિત બસો ઉભી રહશે તેવી બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો અને વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...