ચરોતર, સૌરાષ્ટ્ર, અમદાવાદ અને વડોદરાના શહેરો માટે જીવાદોરી સમાન વણાકબોરી ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. હાલમાં વણાકબોરી ડેમમાં 1000 MCFT લાઇવ જથ્થો ઉપલબ્ધ છે. જે હાલમાં માત્ર 40 દિવસ ચાલે તેટલો છે. તેની સામે કડાણાંમાંથી દૈનિક 1500 કયુસેક પાણી છોડવામાં આવતું હતું. તે ઘટાડીને 800 કયુસેક કરી દેવામાં આવ્યું છે. જેમાંથી 600 કયુસેક જાવક છે. માત્ર 200 કયુસેક પાણી જથ્થો વણાકબોરીમાં ઠલવાય છે.વણાકબોરીમાંથી હાલમાં અમદાવાદ અને વડોદરામાં 300-300 કયુસેક પાણી છોડવામાં આવે છે.
હવે માત્ર 200 કયુસેકનો જથ્થો વણાકબોરી માટે ઉપલબ્ધ રહેશે. તેના કારણે કનેવાલ અને પરિએજ તળાવમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. બંને તળાવોમાં હાલ માત્ર 20 દિવસ ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તો બીજી બાજુ ચોમાસું ખેંચાય તો સિંચાઇ માટે પાણીનો જથ્થો અનામત રાખવાની સુચના હોવા છતાં હાલમાં 1000 MCFT લાઇવ જથ્થો ઉપલબ્ધ છે. જેના કારણે તંત્ર મુંઝવણમાં મુકાઇ ગયું છે. હાલમાં કનેવાલ અને પરિએજ તળાવમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાં રાજયમાં પીવાના પાણીની માંગ વધી છે. ત્યારે તેની સામે જળાશયોમાં પાણીનો પૂરતો સ્ટોક નથી.
જેના કારણે તંત્ર મુંઝવણ અનુભવી રહ્યું છે. હાલમાં વણાકબોરી ડેમમાંથી અમદાવાદ અને વડોદરા માટે દૈનિક 600 કયુસેક પાણી છોડવામાં આવે છે. જેથી માત્ર 200 કયુસેકનો જથ્થો વણાકબોરીમાં ઠલવાઇ રહ્યો છે. હાલમાં વણાકબોરી ડેમમાં પાણીની આવક માત્ર 800 કયુસેક છે. તેની સામે જાવક 600 કયુસેક છે. કનેવાલ અને પરિએજમાં પાણી આપવાનું બંધ કરવામાં આવતાં પાણીની સપાટી હાલમાં 218.50 ફૂટ લેવલે પહોંચી છે. પરંતુ કડાણામાંથી પાણીનો જથ્થો ઘટાડવામાં આવતાં વણાકબોરી ડેમમાં પાણીનું લેવલ સતત ઘટી રહ્યું છે.
વણાકબોરી ડેમમાં 40 દિવસ ચાલે તેટલો 1000 MCFT લાઇવ પાણીનો સ્ટોક
વણાકબોરી ડેમના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ડેમમાં 220 ફૂટના લેવલે પાણી સંગ્રહ હોવો જોઇએ. પરંતુ કડાણા ડેમમાંથી 800 કયુસેક (આવક) પાણી છોડવામાં આવી રહ્યું છે. પરંતુ વણાકબોરી ડેમમાંથી હાલમાં 300 કયુસેક પાણી અમદાવાદ અને 300 કયુસેક પાણી મહી નદી વડોદરામાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં માત્ર 1000 એમસીએફટી સંગ્રહ પાણીનો જથ્થો છે. જે 2 માસ ચાલી શકે તેટલો છે. વરસાદ ખેંચાય તો ચરોતરના ખેડૂતોને સિંચાઈનું પાણી આપી શકાય તે માટે પાણીનો જથ્થો સ્ટોકમાં રખાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.