તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Celebration Of Paryushana From Today In Jain Sanghs Upashrayas Of The District, Fasting For 8 Days And Immersing In Lord's Worship

મહાપર્વ પર્યુષણ:જિલ્લાના જૈનસંઘો-ઉપાશ્રયોમાં પર્યુષણની આજથી ઉજવણી, 8 દિવસ ઉપવાસના કરી પ્રભુ આરાધનામાં લીન રહેશે

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૈન સમાજના મહાપર્વ પર્યુષણના તહેવારનો આવતીકાલે 3 સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે. પર્યુષણ દરમ્યાન આણંદ શહેર સહિત જીલ્લાભરમાં જૈનો આઠ દિવસ સુધી ઉપવાસ કરીને પ્રભુ આરાધનામાં લીન રહેશે. ત્યારે આણંદ, જીટોડીયા, વિદ્યાનગર,ખંભાતમાં આવેલા વિવિધ પ્રાચીન દેરાસરોમાં ભગવાનની પ્રતિમાઓને વિવિધ આંગીથી શણગારવામાં આવશે.

શહેરના કુલ પાંચથી વધુ જૈન સંઘો અને ઉપાશ્રયોમાં કોવિડ ગાઇડલાઇન મુજબ ગુરૂભગવંતોની નિશ્રામાં પર્યુષણનો તહેવાર ઉજવવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં મોટા જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ શાંતિનાથ દેરાસર અને કલ્પના સિનેમા પાસે આનંદ મંગલ આરાધના ધામ,અર્બન બેંકના ખાંચામાં વાસુપુજ્ય સ્વામી દેરાસર, જીટોડીયા આદિનાથ દેરાસર,વિદ્યાનગર સંભવનાથ જૈન દેરાસર આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...