તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાપના દિવસ:ચરોતર ગેસના 22માં સ્થાપના દિનની ઉજવણી કરાઈ, 2021 સુપર સિંગર સ્પર્ધા યોજાઈ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રાપ્તિ મહેતા ,સ્પર્ધક. - Divya Bhaskar
પ્રાપ્તિ મહેતા ,સ્પર્ધક.
  • 1999 માં સ્વ.ચીમનભાઈ પટેલ (સાથી)દ્વારા સ્થાપના કરાઈ હતી
  • હાલ 11 સીએનજી સ્ટેશન અને 400 કર્મચારીઓ સંસ્થામાં કાર્યરત

ચરોતર ગેસના 22 માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે “સુપ૨સિંગર 2021 ’ ચરોતર ગેસના સ્ટાફમિત્રો માટે સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 38 સ્ટાફ મિત્રોએ ઓડિશન અને એલીમીનેશન રાઉન્ડમાં ભાગ લીધો હતો.

કિરણભાઈ પટેલ ,ચેરમેન ,ચરોતર ગેસ સહકારી મંડળી.આણંદ.
કિરણભાઈ પટેલ ,ચેરમેન ,ચરોતર ગેસ સહકારી મંડળી.આણંદ.

જેમાં પસંદગી કરેલ 15 વિજેતાને ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાંથી ફાઈનલ રાઉન્ડમાં કુલ 4 મેલ અને 3 ફિમેલ વિજેતા જાહેર કરાયા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રાપ્તિબેન મહેતા, પરેશભાઈ વ્યાસ અને ડિરેક્ટર્સને યાદ કર્યા હતા. અને કલ્પાબેન પટેલે ખૂબ રસાકસી વચ્ચે કુલ 4 મેલ અને 3 ફિમેલ એમ કુલ ફિમેલ એમ કુલ 7 બેસ્ટ સિંગરની પસંદગી કરવામાં આવી જેમાં મેલમાં અનુક્રમે પ્રદિપ ગઢવી, ચેતન પટેલ, મયુર છાસટીયા તથા ભરત પટેલ તેમજ ફિમેલમાં અનુક્રમે દર્શિકા મનસુખાની, ક્રિષ્ના જોષી અને જયના પટેલનો સમાવેશ થાય છે. આ પ્રસંગેમાં વિજેતાઓને ચરોતર ગેસના ચેરમેન કિરણભાઈ પટેલ અને મેનેજીંગ ડીરેક્ટર હસમુખભાઈ પટેલ, દ્વારા ટ્રાફી આપવામાં આવી હતી. નિર્ણાયકોને કિરણભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ અને પ્રદિપભાઈ પટેલના હસ્તે મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા.

ચરોતર ગેસના આ 22 માં સ્થાપના દિન નિમિત્તે કિરણભાઈ પટેલે ફાઉન્ડર ચેરમેન, મેનેજીંગ ડિરેક્ટર અને ડિરેક્ટર્સને યાદ કર્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ચરોતર ગેસનો કુલ 400 કર્મચારીઓનો સ્ટાફ છે જેમાં કાયમી કર્મચારી કોન્ટ્રાક્ટરના કર્મચારી અને તમામ સી.એન.જી. ડોટર સ્ટેરનના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આજે પહેલીવાર ફાઉન્ડેશન ડેની ઉજવણી કરવામાં આવી છે. હવે દર વર્ષે ફાઉન્ડેશન ડેની ઉજવણી કરીશું અને ત્રણ વર્ષ પછી સિલ્વર જ્યુબેલી સેલીબ્રેટ કરીશું તેમ તેઓએ જણાવ્યું હતું.

આ પ્રસંગે તમામ સી.એન.જી ડોટર સ્ટેશનના માલિકો તથા આસ્થા પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. મેનેજીંગ ડીરેક્ટર હસમુખભાઈ પટેલે આ કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન દિવ્યાંશુભાઈ વોરાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...