આયોજન:પાળજમાં 71 ફૂટ ઉંચા ગબ્બર સાથે નવરાત્રિનું આયોજન

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લાના પાળજ ગામે છેલ્લા 51 વર્ષથી નવરાત્રિપર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. દરવર્ષે 71 ફૂટ ઉંચો ગબ્બરની સાથે નવગ્રહ માતાજીના મંદિર,લક્ષ્મણ ઝુલા,જંગલ તથા ફૂવારા ડેકોરેશન કરવામાં આવે છે. તેમજ નવ દિવસ દરમિયાન જુદા જુદા જાણીતા કલાકારો અને ગુજરાતી ફિલ્મના કલાકારોને બોલવવામાં આવે છે. ખાસ કરીને ઇન્દોરી લાઇટીંગ ડેકોરેશન આકર્ષણ નું કેન્દ્ર બને છે.

પાળજ ગામે આગામી 26મી સપ્ટેમ્બરના રોજથી શરૂ થતાં નવરાત્રિ મહોત્સવની પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં ગાયક કલાકારોમાં કેતન બારોટ નડિયાદ, કાજલ યોગી ગાંધીનગર, હિરલ રાવલ ગાંધીનગર, શીતલ ઠાકોર, અમદાવાદ, રાજદીપ બારોટ, વૈભવી મ્યુઝીકલ ગૃપ અમદાવાદ, રાકેશ બારોટ, રાજલ બારોટ ગાંધીનગર અને પીયુષ પારેખ સહિતના કલાકારો ગરબાની રમઝટ જમાવશે. તેમજ ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોની સહિત કલાકારો ગરબે રમાવા માટે આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...