હાલાકી:આણંદ સિવિલમાં CDMOની જગ્યા ખાલી: ઇન્ચાર્જ ડૉકટરના હવાલે

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિવિલમા 8 મેડિકલ ઓફિસરનું મહેકમ હોવા છતાં 3 જગ્યા ખાલી હોવાથી હાલાકી

આણંદમાં મીની સિવિલ હોસ્પિટલમાં સીડીઅેમઓની ભરૂચ ખાતે બદલી થતાં ઇન્ચાર્જ તબીબીના હવાલે સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવામાં ચલાવવામાં આવી રહેલ છે.ત્યારે 8 મેડિકલ ઓફિસરનું મહેકમ હોવા છતાં માત્ર 5 જગ્યા ભરેલી છે.ત્રણ મેડીકલ ઓફિસરની જગ્યાઓ ખાલી હોવાથી ઓપીડી સારવાર માટે આવતાં દર્દીઓને હાલાકીઓનો સામનો કરવાનો કરવો પડે છે અને આરોગ્ય વિભાગ દ્વારા નવી ભરતી કરવામાં નહીં આવતા આખરે ગરીબ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવાનો વખત આવે છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ મીની સિવિલ હોસ્પિટલને પાંચ વર્ષ થઇ ગયા હોવા છતાં મેડિકલ ઓફિસર સહીતનો પુરતા સ્ટાફની રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ફાળવણી કરવામા આવતી નથી. જે તે સમયે 108થી વધુ મહેકમ મંજુર થયું હતું. પરંતુ હજુ 40 ટકા ઉપરાંતની જગ્યાઓ ચોપડે ખાલી બોલે છે.હાલમાં સિવિલ હોસ્પિટલમાં કુલ 8 મેડિકલ ઓફિસરનું મહેકમ હોવા છતાં માત્ર5 જગ્યાએ ભરેલી છે.જેમાં આંખ, મગજ અને બાળ રોગ નિષ્ણાંત ડોકટરો છે.

પરંતુ ગાયોનોલોજીક સહિતના જુદી જુદી બિમારીના મેડિકલ ઓફિસરની જગ્યાઓ ખાલી હોવાથી હોસ્પિટલમાં ઓપરેશન થતાં નથી.જેના કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે ઓપીડી કેસો દૈનિક અંદાજીત 120થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. પરંતુ ડોકટરોના અભાવે સમયસર અને યોગ્ય સારવાર મળતી નથી.જેના કારણે લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો છે.આણંદ સિવીલ હોસ્પિટલમાં એક મેડીકલ ઓફિસરે નામ નહીં આપવાની શરતે જણાવેલ કે આણંદ સિવિલ હોસ્પિટલમાં વહેલી તકે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા નવી ભરતી કરવામા આવવી જોઈએ.જેથી દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...