કામગીરી:આણંદમાં 95 શાળાઓમાં CCTV કેમેરા મુકાશે

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની 1000 પ્રાથમિક શાળાઓમાં સીસી કેમેરા ફીટ કરવાનો આદેશ કર્યો છે.ત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે માત્ર 1000 પ્રાથમિક શાળાઓમાં સીસી કેમેરા ફીટ કરવાના હોવાથી તમામ જિલ્લાઓને ટીઆરપી દ્વારા શાળાની ચકાસણીના આદેશો કરવામાં આવ્યા હોવાથી આણંદ જીલ્લામાં 95 જેટલી પ્રાથમિક શાળાઓની સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે.જેના ભાગરૂપે ટીઆરપી, એન્જિનીયરની ટીમોએ શાળાઓની ચકાસણી કર્યા બાદ રિપોર્ટ તૈયાર કરવામા આવશે.

માહિતી મુજબ રાજ્યભરની 1000 પ્રાથમિક શાળાઓમાં સીસી કેમેરા ફીટ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. ત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે માત્ર 1000 પ્રાથમિક શાળાઓમાં સીસી કેમેરા ફીટ કરવાના હોવાથી તમામ જિલ્લાઓને ટીઆરપી દ્વારા શાળાની ચકાસણી કરવામા આવી દીધી છે.જો કે ટીઆરપી દ્વારા પ્રાથમિક શાળાઓમાં જઇને કેટલા મીટર વાયરની જરૂર પડશે. ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં આવેલા વર્ગખંડ, આચાર્યનો રૂમ, સ્ટાફ રૂમ, કેમ્પસ સહિતમાં કેટલા સીસી કેમેરા લગાવવાની જરૂર પડશે તેની ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...