તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સી.સી.પટેલ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર દ્વારા 'ચરોતરના મગર' ઉપર વેબિનાર યોજાયો

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 68 ગામના સર્વેમાં 28 ગામોમાં 250થી 300 મગરો જણાયા હતા
  • કેમેરા ટેપ, ડ્રોનથી જે રીતે ગણતરી કરવામાં આવે છે તે વિશે માહિતી આપવામાં આવી

સી.સી.પટેલ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર અને વિદ્યાનગર નેચરકાન્ઝવેસી દ્વારા તારીખ 08મી જૂન 2021ના રોજ ઓનલાઈન 'ચરોતરના મગર'ઉપર વેબિનાર યોજાયો હતો. જેમાં સી.એસ.સી નેચર & એન્વાયરમેન્ટ કલ્બના કો-ઓંડીનેટર ડો.રાજીવ ભટ્ટી દ્વારા અને વિષય નિષ્ણાત અનિરુધ વસાવા જેઓ પ્રોજેકટ કોડીનેટર, વિદ્યાનગર નેચર ક્લબ/વિદ્યાનગર નેચર કાન્ઝવેસી નો પરિચય આપીને વેબિનારની શરૂઆત કરવામાં આવી.

વેબિનારમાં ચરોતરમાં કેટલાં પ્રકારના મગર છે? કયા એરિયામાં છે? જે ગામમાં મગર છે તેના ફોટો, વીડિયો સાથે ખૂબ જ વિસ્તૃમાં માહિતી આપવામાં આવી હતી. તે ઉપરાંત રાત્રે જે રીતે 68 ગામડામાં સર્વે કર્યા, જેમાં રેગ્યુલર 28 ગામોમાં મગર હોય જ છે અને 250-300 જેટલાં મગર મળી શકે તેની ગણતરી અને કેમેરા ટેપ, ડ્રોનથી જે રીતે સર્વે કરવામાં આવે છે તે વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ અજય મહિડા, જેઓ સોજીત્રા રેન્જના ફોરેસ્ટ ડિપાટમેન્ટના ગાર્ડ છે તેમને રેસ્કયુ દરમિયાન કેવા પ્રશ્નો આવે, તે ઉપરાંત લોકોની કેવી માન્યતા હોય છે તેવા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

લોક વિજ્ઞાન કેન્દ્રના ભૂતપૂર્વ નિયામક અને સ.પ.યુનિ ના બાયોસાયન્સ વિભાગના પ્રોફે. ઉજ્જવલ ત્રિવેદીએ તેઓ અને અગાઉના નિયામક ઠાકોરસાહેબ દ્વારા મલાતજ માં કરેલા કાર્યક્રમો વર્ણવ્યા. સી.સી.પટેલ કોમ્યુનીટી સાયન્સ સેન્ટરના હાલના માનદ નિયામક.ડો.વિભા વૈષ્ણવ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...