તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સામરખા એક્સપ્રેસ હાઈવે પરથી દેશી પિસ્તોલ સાથે ઝડપાયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શખસ અગાઉ મોબાઈલ ચોરીમાં પણ પકડાયો હતો

આણંદ એસઓજીને કેસરી રંગનું આખી બાયનું શર્ટ તથા કાળા રંગનું જીન્સનું પેન્ટ પહેરેલા એક યુવક પાસે દેશી પિસ્તોલ હોવાની અને તે સામરખા સ્થિત એક્સપ્રેસ હાઈવેના ગરનાળા પાસે આવવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેને પગલે પોલીસે વોચ ગોઠવી હતી અને વર્ણનવાળો શખસ આવી પહોંચતાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેની પ્રાથમિક પૂછપરછ કરતાં શખસ હર્ષદ ઉર્ફે રાહુલ કનુ દેવીપૂજક અને હાલમાં તે રેલવે સ્ટેશન પાસે રહેતો હોવાનું જણાવ્યું હતું.

તેની પાસેથી મળી આવેલી પિસ્તોલ સંદર્ભે પૂછપરછ કરતાં તે તેને આણંદ રેલવે સ્ટેશનના પાટા પરથી મળી હોવાનું કહ્યું હતું. પિસ્તોલને વેચવા માટે જતો હતો એ સમયે પોલીસે તેને પકડી પાડ્યો હતો. જોકે, શખસ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તે પોલીસ પૂછપરછમાં મચક આપતો નથી. એટલે તે પિસ્તોલ ક્યાંથી લાવ્યો છે અને કોને આપવા જતો હતો, તેનો હેતુ શું હતો તે બાબતે તપાસ કરવા માટે આણંદ એસઓજીએ તેને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...