તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:તારાપુરમાં 58 હજારના વિદેશી દારૂ સાથે ઝડપાયો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • દારૂનું વેચનાર અને આપનાર બંને વિરૂદ્વ ગુનો નોંધાયો

આણંદ એલસીબી પોલીસે તારાપુરમાં બાતમી આધારે છાપો મારી વિદેશી દારૂનું વેચાણ કરતા એક શખ્સને વિદેશી દારૂ,મોબાઇલ મળી કુલ રૂા. 60,400ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ દારૂનો જથ્થો આપનાર શખ્સ સહિત બંને વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ એલસીબી પોલીસ આણંદ શહેર અને જિલ્લા વિસ્તારમાં આગામી થર્ટી ફર્સ્ટ નિમિત્તે દારૂની પ્રવૃત્તિ અંકુશમાં લેવા અંતર્ગત પેટ્રોલિંગમાં હતા.ત્યારે બાતમી મળી હતી કે,તારાપુર મોટા વાલ્મિકવાસમાં રહેતો વિનોદ વાલ્મિક વિદેશી દારૂનો જથ્થો મંગાવી રાત્રિના સમયે દારૂનું વેચાણ કરે છે.

અને હાલમાં વાલ્મિકવાસમાં તેના ખુલ્લા પ્લોટની સામે આવેલી જૂની ગટર લાઈનની કુંડીમાં વિદેશી દારુનો જથ્થો છુપાવેલ છે. આ વાતની જાણ આણંદ એલસીબી પોલીસને થતાં તારાપુર વાલ્મિકવાસમાં બાતમી મુજબના સ્થળે છાપો માર્યો હતો. પોલીસનો અેકા-અેક જોઇને એક શખ્સ ભાગવા લાગ્યો હતો. તેની પૂછપરછ કરતાં તેનું નામ વિનોદભાઈ વાલ્મિક (રહે.તારાપુર) જણાવ્યું હતું. પોલીસે જૂની ગટર લાઈનની કુંડીનું ઢાંકણ ખોલી તપાસ કરતા 58,400નો વિદેશી દારૂ, સહિત રૂા.60,400ના મુદ્દામાલ સાથે વિનોદ વાલ્મિકને ઝડપી પાડી પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો ત્યારે તારાપુરના ભરતભાઈ પરમારે આપ્યાની કબૂલાત કરતા એલસીબીની ટીમે બંને વિરુદ્ધ પોલીસમાં ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો